fbpx

પ્રાંતિજ ના ઝીઝવા ખાતે વોર્ડ નંબર-૨ નુ મતદાન યોજાયુ

Spread the love

પ્રાંતિજ ના ઝીઝવા ખાતે વોર્ડ નંબર-૨ નુ મતદાન યોજાયુ
– નિશાન ખોટુ છપાતા મતદાન મોકુફ રખાયુ હતુ
– તંત્ર ની ભૂલના કારણે ફરી મતદાન યોજાયુ
– ૨૨ જૂન ના રોજ સરપંચ માટે નુ મતદાન યોજાયુ હતુ
– આઠ વોર્ડ માંથી સાત વોર્ડ ના સભ્યો બિનહરીફ થયા હતા
– માત્ર વોર્ડ નંબર-૨ નુ મતદાન યોજાયુ
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગામમાં તંત્રની ભૂલ ના કારણે વોર્ડ નંબર -૨ નું મતદાન ફરી કરવાની ફરજ પડી બેલેટ પેપરમાં ઉમેદવારનું ચૂંટણી નિશાન ખોટું છપાતા ઉમેદવારે રજૂઆત કરતા ફરી મતદાન યોજાયું


  સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતમાં સ્થાનિક પંચાયતની ચૂંટણી નું મતદાન ગત ૨૨ જૂનના રોજ યોજાયું હતું પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની ઝીંઝવા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર બે નું મતદાન ૨૪ જૂન ના રોજ ફરી યોજવાની ફરજ પડી હતી તંત્ર દ્વારા બેલેટ પેપરમાં ચૂંટણી નિશાન અલગ છપાતા ઉમેદવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા વોર્ડ નંબર- ૨ ની ચૂંટણી ફરી યોજવા માટે જાહેરાત કરી હતી જોકે ઝીંઝવા ગ્રામ પંચાયતના સરપંચ પદ માટેના ત્રણ ઉમેદવારો નું મતદાન એક દિવસ અગાઉ ૨૨ જૂન ના રોજ પૂર્ણ થયું હતું જોકે ઝીંઝવા ગ્રામ પંચાયતના આઠ વોર્ડ પૈકી સાત વોર્ડના સભ્ય બિનહરીફ જાહેર થયા હતા અને એકમાત્ર વોર્ડ નંબર બે ના બે ઉમેદવારો વચ્ચે મતદાન થવાનું હતું પરંતુ તંત્રની ભૂલના કારણે ૨૪ જૂન ના રોજ ફરીયાદ મતદાન યોજાયુ હતુ અને ઝીંઝવા પ્રાથમિક શાળામાં મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતુ અને ૨૪ જૂન વહેલી સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી પડયા  તો પ્રાંતિજ તાલુકા ની ઝીંઝવા ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ નંબર -૨ ના સભ્ય પદ માટે નું ચૂંટણીનું મતદાન ગત ૨૨ તારીખે થવાનું હતું જેમાં વોર્ડ નંબર -૨ ના સભ્ય ની ફરવાયેલ  ફળ ની ટોપલી ચૂંટણી નિશાનની જગ્યાએ ટેબલ નુ ચૂંટણી નિશાન તંત્રની ભૂલના કારણે છપાયુ હોવાને લઈ વોર્ડ નંબર -૨ ના સભ્ય પદ માટે નુ મતદાન ફરી યોજવાની ફરજ પડી હતી જોકે વોર્ડ નંબર -૨ ના સભ્યપદ માટે ૨૩૫ જેટલા મતદારો પોતાના મત અધિકારનો  ઉપયોગ કર્યો હતો અને બન્ને ઉમેદવારોનું ભાવી સાંજ સુધીમા મતદાન પેટીમાં સીલ થશે તો ૨૫|૬| ૨૦૨૫ ને બુધવાર ના રોજ રેલ્વેસ્ટેશન રોડ ઉપર આવેલ વી.એસ.રાવલ પીટીસી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામા આવશે

તો મતગણતરી સ્થળ ને લઈ ને પ્રાંતિજ પોલીસ સ્ટેશન દ્રારા જાહેર નામુ બહાર પાડવામા આવ્યુ છે જેમા મતગણતરી ને લઈ ને ભારે વાહનો  / ડમ્પર સહિત ના મોટા વાહનો રોડ ઉપર થી પ્રસાર માટે પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે અને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા જણાવ્યુ છે જેમા પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તા થી પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ થઈ તલોદ તરફ જતા વાહનોને પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તા થી સલાલ ચોકડી , સોનાસણ , રામપુરા ચોકડી થઈ તલોદ તરફ જવુ જ્યારે તલોદ તરફથી પ્રાંતિજ રેલ્વેસ્ટેશન રોડ થઈ પ્રાંતિજ હાઇવે ત્રણ રસ્તા તરફ જતા વાહનોએ તલોદ વાવડી તરફથી ચોકડી થઈ સોનાસણ , સલાલ ચોકડી થઈ પ્રાંતિજ તરફ જવુ

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!