

રાજકોટમાં જૂથબંધીનો વિવાદ અટકવાનું નામ નથી લેતો.રાજ્યસભા સાંસદ રામ મોકરીયાનું નામ એક આમંત્રણ પત્રિકામાં ગાયબ થઇ ગયું ત્યારથી રાજકોટમાં ગ્રુપીઝમ ચાલતું હોવાનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. રામ મોકરીયાએ અત્યાર સુધી કોઇ નિવેદન આપ્યું નથી, પરંતુ તેમની તાજેતરની પોસ્ટ ઘણું કહી જાય છે.
રામ મોકરીયાએ 6 ઓગસ્ટે કરેલી પોસ્ટમાં એક બુકનો સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યો છે, જેમા લખાયું છે કે, રાજ્યસભાના સભ્ય થયા પછી રાજકોટ શહેર ભાજપ યુનિટના હોદ્દદારો સાથે માન-સન્માનના મુદ્દે ઘર્ષણ થયા હતા. બીજી પોસ્ટ તેમણે 7 ઓગસ્ટે કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, જીવનમાં સ્પષ્ટ બોલનાર વ્યક્તિ ઇન્જેકશન જેવો હોય છે. તે થોડા સમય માટે દુખ આપે, પરંતુ ફાયદો આજીવન રહે છે.
