
ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડુતો હમણાં વરસાદની રાહ જોઇ રહ્યા છે એવા સમયે હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું છે કે, 15 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસાની સીસ્ટમ સક્રીય થશે એટલે ખેડુતોએ ચિંતા કરવાની જરૂર નથી.
અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશનને કારણે અરબ સાગર પણ સક્રીય થશે જેને લીધે 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ભાવનગર, મહુવા, ઉન જેવા વિસ્તારોમાં સારો વરસાદ પડશે.
ઓગસ્ટના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. 20 ઓગસ્ટની આસપાસ, વડોદરા, સુરત, નવસારી, વલસાજ, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, સાબરકાંઠા સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે એવું પટેલે કહ્યું છે.
