fbpx

પ્રાંતિજ તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર

Spread the love

પ્રાંતિજ તાલુકાની ૩૭ ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર
– પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ ના દૃશ્યો જોવા મલ્યા
– મજરા ગામ મા ચાર મતે મહિલા સરપંચ નો વિજય થયો
– ફુલહાર સાથે વિજેતા ઉમેદવારો નુ ઠેરઠેર ભવ્ય સ્વાગત
– પરિણામો જાહેર થતા વિજેતા સરપંચોના ટેકેદારોએ ગુલાલ ઉડાડીને આનંદ વ્યક્ત કર્યો
– તંત્ર દ્રારા મતગણતરી માટે પુરતી વ્યવસ્થાને લઈને ગણતરી મા સરળતા



સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ૩૭ ગ્રામ પંચાયતોના ચુંટણી પરિણામો જાહેર થતા મત ગણતરી કેમ્પસ મા કહી ખુશી કહી ગમ ના દૃશ્યો જોવા મલ્યા હતા


     
પ્રાંતિજ ગામ પંચાયતો ની ચુંટણીઓને લઈ ને માહોલ જામ્યો હતો તા.૨૨ જૂન ના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણીઓ માટે મતદાન યોજાયુ હતુ જેમા પ્રાંતિજ તાલુકા ની કુલ ૩૯ ગ્રામ પંચાયતો માટે ચુંટણી યોજાઇ હતી જે પૈકી મોરવાડ તથા રામપુરા (આમોદરા) પંચાયતો સમરસ થઈ હતી

તો ૩૭ ગ્રામ પંચાયતો ની ચુંટણી તા.૨૨|૬|૨૦૨૫ ને રવિવાર ના રોજ યોજાઇ હતી તો ૨૫|૬|૨૦૨૫ ને બુધવાર ના રોજ પ્રાંતિજ વી.એસ.રાવલ પીટીસી કોલેજ કેમ્પસ ખાતે મતગણતરી યોજાઈ હતી તો આવર્ષે ઈ.વી.એમ.મશીન ના બદલે બેલેટ પેપર થી મતદાન યોજાયુ હતુ

તો મત ગણતરી શાંતિપૂર્ણ વાતાવરણ યોજાઇ તો વિજેતા બનેલ મહિલા સરપંચો મા વિશેષ આનંદ જોવા મળ્યો હતો તો કેમ્પસ બહાર વિજેતા ઉમેદવારો ના સમર્થકો દ્રારા ફુલહાર પહેરાવી ગુલાલ ઉડાડીને વિજેતા ઉમેદવારોને વધાવી લીધા હતા તો પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ ના દશ્યો જોવા મલ્યા હતા

પ્રાંતિજ તાલુકાના વિજેતા સરપંચ ઉમેદવારો

દલપુર  આશિષભાઈ કરશનભાઇ પટેલ   મત -૧૧૦૫
સાંપડ  ચદુભાઈ લખાભાઈ રાવળ  મત -૬૮૦
ફતેપુરા ભગવતીબેન મુકેશભાઈ પંચાલ મત -૭૪૪
લીમલા  કાળાજી કુંવરજી મકવાણા મત -૮૫૩
અંબાવાડા સુવર્ણાબેન ભરતસિંહ ઝાલા મત ૬૪૦
મોયદ રૂપાજી સુશીલાબેન અર્જુનજી ચૌહાણ  મત – ૬૭૮
પુનાદરા આલુસિંહ સાકળસિંહ ઝાલા  મત -૫૦૬
ગલતેશ્વર રમેશકુમાર પૂજાજી મકવાણા મત  ૫૮૬
વડવાસા સત્યેષા જગદીશચંદ્ર લેઉઆ  મત – ૫૯૬
મજરા શ્વેતાબા જગતસિંહ મકવાણા મત -૧૨૫૭ (ચાર મત થી વિજય)
ગેડ નટવરસિંહ ધૂળસિંહ રાઠોડ  મત ૫૩૩
ભાગપુર કિંજલબેન રાજેન્દ્રસિંહ રાઠોડ મત -૩૩૭
બોભા રાઠોડ ભલેન્દ્રસિંહ કાંતિસિંહ મત ૧૨૬૯  
વદરાડ અમરસિંહજી જહુરસિંહજી ઝાલા મત  ૧૨૫૩
વાઘરોટા સાવનકુમાર રજુસિંહ પરમાર મત ૬૧૪
ટાંટરડા સુરેખાબેન રામસિંહ ચૌહાણ  મત ૨૪૪
જેનપુર રણજીતસિંહ બાલુસિંહ રાઠોડ મત ૪૮૧
બાલીસણા રમણસિંહનાથુસિંહ ચૌહાણ મત ૧૯૮૫
આમોદરા નૌતમકુમાર પ્રહલાદભાઈ પટેલ ૩૭૫
સુખડ સુરેશકુમાર રમતુંસિંહ મકવાણા મત  ૧૦૭૪
કરોલ કાજલબેન ગોપાળસિંહ મકવાણા મત  ૫૩૯
બાઈની મુવાડી જાગુતિબેન અજમેલસિંહ ઝાલા મત  ૩૦૯
રામપુર (સાંપડ) અંશુબેન રમેશસિંહ રાઠોડ મત ૧૬૩
વાઘપુર સોનલબેન અરવિંદસિંહ ચૌહાણ  મત ૭૫૨
ઝીઝવા ધુમિલકુમાર રાકેશભાઈ પટેલ  મત ૧૧૭૧
મેમદપુર ભૂમિકાબા હર્ષવર્ધનસિંહ રાઠોડ  મત ૬૨૨
સલાલ રીટાબેન મહેન્દ્રભાઈ સોલંકી  મત ૧૭૧૦
મહાદેવપુરા કૈલાસગીરી ચંપાગીરી ગોસ્વામી મત  ૪૫૯
ઉંછા ભરતસિંહ ખોડસિંહ મકવાણા મત ૮૨૩
અમલાની મુવાડી ઇન્દુબા બળદેવસિંહ ઝાલા મત ૪૭૫
દલાની મુવાડી જનકબા સુરેન્દ્ર સિંહ ઝાલા મત ૩૬૮
બોરીયા મહેન્દ્રસિંહ મૂળસિંહ રાઠોડ મત ૩૯૪
સદાની મુવાડી પોપટસિંહ નેનસિંહ રાઠોડ મત ૪૭૯
રસુલપુર રમીલાબેન નિલમસિંહ પરમાર મત ૩૧૬
નનાનપુર જીગીષા બેન મહેશસિંહ પરમાર મત ૭૯૫
મામરોલી જશવંતસિંહ રગુસિંહ મકવાણા  મત ૨૧૧
સીતવાડા સરપંચ મીલ્કતસિંહ ભીખુસિંહ રાઠોડ મત ૧૧૨૭ 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!