fbpx

વેઇટ–લિફ્ટિંગમાં સુરતના યુવાનને ગોલ્ડ મેડલ

Spread the love

સુરતની ઓરો યુનિવર્સિટીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા એક યુવાને વેઇટ–લિફ્ટિંગની ર્સ્પધામાં ગોલ્ડ મેડલ મેળવીને શહેર અને કોલેજનું ગૌરવ વધાર્યું છે.

28 ઓગસ્ટે સુરતની ઓની રોઝ કલબ દ્વારા એક વેઇટ–લિફ્ટિંગની ર્સ્પધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના લગભગ 60 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ ર્સ્પધામાં ઓરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આર્યન પરેશકુમાર ચલોડીયાએ ગોલ્ડ મેડલ સાથે પહેલો નંબર મેળવ્યો છે. આર્યને આ સિદ્ધી પહેલીવાર હાસંલ કરી હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!