fbpx

ટિકિટ ન આપી તો કોંગ્રેસમાં જતો રહીશ, હરિયાણા BJPના દિગ્ગજની ખુલ્લી ચીમકી

Spread the love

હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટી (BJP)ની ટેન્શન વધારતા નજરે પડી રહ્યા છે. હાલમાં જ પૂર્વ મંત્રી રાવ નરબીર સિંહે દાવો કર્યો કે, જો તેમણે ટિકિટ ન આપી તો તેઓ કોંગ્રેસમાં સામેલ થઇ જશે. તેઓ રાજ્યની હાઇપ્રોફાઇલ સીટ બાદશાહપુરથી ટિકિટ માગી રહ્યા છે. ખાસ વાત છે કે, આ સીટ પર વરિષ્ઠ નેતા સુધા યાદવથી લઇને પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના પૂર્વ OSD સહિત ઘણા નેતા દાવેદારી કરી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, રાવ નરબીર સિંહે સ્પષ્ટ કરી દીધું કે, તેઓ આ વખત અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી નહીં લડે. વર્ષ 2019માં મને ટિકિટ મળી નહોતી. આ વખત હું અપક્ષ ઉમેદવાર બનીને ચૂંટણી નહીં લડું. મેદાનમાં માત્ર 2 જ પાર્ટીઓ છે. તો જો ભાજપ મને ટિકિટ નથી આપતી, તો હું કોંગ્રેસમાં સામેલ થઇ જઇશ. રાવ નરબીર સિંહનો દાવો છે કે બાદશાહપુર વિધાનસથા સીટ પરથી તેઓ જ જીતનારા ઉમેદવાર છે. એવા સમાચાર છે કે પૂર્વ સાંસદ સુધા યાદવ વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

તેઓ બાદશાહપુર સીટ પરથી ચૂંટણી લડવા માગે છે. એવામાં નરબીર સિંહને ટિકિટ મળવાની સંભાવનાઓ ઓછી નજરે પડી રહી છે. જો કે, અત્યાર સુધી પાર્ટીએ ટિકિટની જાહેરાત કરી નથી. એ સિવાય ગુરુગ્રામના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવ ઇન્દરજીત સિંહ પણ બાદશાહપુર અને અહિરવાલના ટિકિટ વિતરણમાં સક્રિય નજરે પડી રહ્યા છે. વર્ષ 2019માં હારનો સામનો કરનાર મનીષ યાદવ પણ ટિકિટની ઇચ્છા રાખી રહ્યા છે. તો ખટ્ટરના પૂર્વ OSD જવાહર યાદવ પણ અહી એક્ટિવ છે. એ સિવાય ભાજપના જિલ્લા અધ્યક્ષ કમલ યાદવ પણ દાવેદારી રજૂ કરી રહ્યા છે.

જો કે, જવાહર યાદવ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ પાર્ટીની વિચારધારા સાથે કામ કરતા રહેશે. મતદારોની સંખ્યાના હિસાબે પણ એ રાજ્યની સૌથી મોટી સીટ છે. ગુડગાંવ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી 9 સીટોમાંથી એક બાદશાહપુર સેગમેન્ટમાં 4.5 લાખ મતદાતા છે. રિપોર્ટમાં ભાજપના અનુમાનના સંદર્ભે બતાવવામાં આવ્યું કે બાદશાહપુરમાં લગભગ 1.25 લાખ અહીર (યાદવ), 60 હજાર જાટ, 50 હજાર અનુસુચિત જાતિના સભ્ય, 35 હજાર બ્રાહ્મણ અને 30 હજાર પંજાબી છે. સાથે જ અહી ગુજ્જર, રાજપૂત અને મુસ્લિમ વોટર પણ છે.

error: Content is protected !!