પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંધ દ્રારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ
– પાક નિષ્ફળ જતા ખેડૂતોને સહાય ચુકવવા માંગ કરી
– કોબીજ-ફ્લાવર , ગવાર ,દિવેલા , કપાસ ,મગફળી સહિત નો પાક નિષ્ફળ ફેલ
– વધુ વરસાદ ને લઈ ને વિવિધ પાકો નિષ્ફળ ગયા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંધ દ્રારા વધુ વરસાદ ને લઈ ને ખેતીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને સહાય ચુકવવાની માંગ સાથે પ્રાંતિજ મામલતદાર ને આવેદનપત્ર આપીને રજુઆત કરી
ચાલુ સાલે વધુ વરસાદ ને લઈ ને જયા જુવો ત્યા પાણી-પાણી થઈ ગયુ હતુ અને વરસાદ ને લઈ ને ખેતી ના વિવિધ પાકો જેવાકે કોબીજ-ફ્લાવર , મગફળી , ડાંગર , ગવાર , કપાસ દિવેલા સહિત પાકોમા પાણી ભરાતા કોહવાઈ ગયા છે જેને લઈ ને ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે અને જેને લઈ ને સરકાર દ્રારા ખેતીવાડી અધિકારી દ્રારા પ્રાંતિજ સહિત તાલુકા મા સર્વે કરાવી સહાય ચુકવવામા આવે તેવી માંગ સાથે પ્રાંતિજ મામલતદાર જૈમીન ભાઇ શાહ ને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે ભારતીય કિસાન સંધ પ્રાંતિજ તાલુકા પ્રમુખ , મંત્રી સહિતના સભ્યો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ