મુંબઇના પ્રખ્યાત લાલબાગ ચા રાજાની પ્રતિમા પરથી પડદો હટાવી દેવામાં આવ્યો છે અને આઆ વખતે ગણપતિ બાપ્પા મરૂન રંગના પોશાકમાં પધાર્યા છે અને માથે સોનાનો મુગુટ શોભાયમાન છે.
જાણવા મળેલી વિગત મુજબ લાલબાગ ચા રાજાના ચરણોમાં 20 કિલો સોનાનો મુગુટ અર્પણ કરવામાં આવ્યો હતો જેની કિંમત 16 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
લાલબાગ ચા રાજાના પ્રમુખ બાલા સાહેબ કાંબલેએ કહ્યું હતું કે, ગુરુવારે અંબાણી પરિવાર તરફથી આ સોનાનો મુગટ દાન કરવામાં આવ્યો હતો. અંબાણી પરિવાર દર વર્ષે લાલબાગ ચા રાજાના દર્શન કરવા માટે આવે છે. અનંત અંબાણી ખાસ આવે છે.
1934માં મુંબઇના પરેલ વિસ્તારમાં લાલબાગ બજારમાં કેટલાંક માછીમારો અને સ્થાનિક વેપારીઓએ ગણેશજીની સ્થાપના કરી હતી. આ વખતે લાલબાગ ચા રાજાની પ્રતિમાની ઉંચાઇ 20 ફીટ છે.