fbpx

AFGને મળ્યા હતા 3 ઓપ્શન, છતા નોઇડા સ્ટેડિયમમાં કેમ થઇ રહી છે ટેસ્ટ

Spread the love

અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચ ગ્રેટર નોઇડના શહીદ વિજય પાર્થિક સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મેચ 6 સપ્ટેમ્બરથી થવાની હતી, પરંતુ વરસાદ બાદ સ્ટેડિયમની દુર્દશાના કારણે પહેલા 2 દિવસોની રમત જરાય ન થઇ શકી. વરસાદના કારણે સ્ટેડિયમની હાલત ખૂબ ખરાબ થઇ ગઇ છે. મેનેજમેન્ટ 2 દિવસ સુધી પીચ અને આઉટફિલ્ડને સારી કરી ન શક્યું. તેના માટે તેણે ભાડાના પંખા અને કવર્સ પણ મગાવ્યા હતા, પરંતુ સફળતા ન મળી.

અફઘાનિસ્તાની ટીમ માટે આ હોમ ટેસ્ટ છે કેમ કે રાજકીય પરેશાનીઓના કારણે ટીમ પોતાના ઘર આંગણે ઇન્ટરનેશનલ મેચ રમી શકતી નથી. પરંતુ અહી એક મોટી વાત એ સામે આવી છે કે અફઘાનિસ્તાન માટે આ એકમાત્ર ટેસ્ટ મેચ રમવા માટે 3 વેન્યૂનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. તેમાં કાનપુર, બેંગ્લોર અને ગ્રેટર નોઇડા સામેલ હતા, પરંતુ એ છતા અફઘાનિસ્તાને ગ્રેટર નોઇડા સ્ટેડિયમને જ પસંદ કર્યું. ખાસ વાત એ પણ છે કે BCCIએ આ સ્ટેડિયમ પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. હવે સવાલ એ ઉઠે છે કે આખરે તેણે એવું કેમ કર્યું? તેનો જવાબ છે દિલ્હીની નજીક હોવાનું.

દિલ્હી નોઇડાની ખૂબ નજીક છે અને અહીથી અફઘાની ટીમને કબૂલની સીધી જ ફ્લાઇટ મળે છે. આજ કારણ છે કે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB)એ આ એકમાત્ર ટેસ્ટ માટે ગ્રેટર નોઇડાને પસંદ કર્યું હતું. પરંતુ અહી દુર્દશા જોઇને બોર્ડે કહ્યું હતું કે, હવે તે ક્યારેય પણ આ સ્ટેડિયામાં કોઇ મેચ નહીં રમે. માર્ચ 2017માં અહી છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમાઇ હતી, જ્યારે અફઘાનિસ્તાન અને આયરલેન્ડ વચ્ચે વ્હાઇટ બૉલ સીરિઝ રમાઇ હતી.

આ વર્ષના અંતમાં સપ્ટેમ્બર 2017માં કોર્પોરેટ મેચોમાં મેચ ફિક્સિંગના મામલા સામે આવ્યા હતા, ત્યારે BCCIએ સ્ટેડિયમને પ્રતિબંધિત કરી દીધું હતું. બીજી તરફ BCCIએ વર્ષ 2016માં એવી જાહેરાત કરી હતી કે આ સ્ટેડિયમ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું હોમ ગ્રાઉન્ડ હશે. એવું એ સમયે થયું હતું, જ્યારે ICCએ આ સ્ટેડિયમને ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો દરજ્જો આપ્યો હતો. ICCના માધ્યમથી દરજ્જો મળવા અને BCCIના દ્વારા પ્રતિબંધિત કરવા છતા અફઘાનિસ્તાને આ સ્ટેડિયમને પસંદ કર્યું.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!