fbpx

સુરત બાદ ભરૂચમાં ટેન્શન, ધાર્મિક ઝંડા લગાવવા પર તણાવ, સામસામે આવ્યા 2 જૂથ

Spread the love

ભરૂચમાં ગત રાત્રે ધાર્મિક ઝંડાને લઈને 2 જૂથો વચ્ચે તણાવનો મામલો સામે આવ્યો છે. આ દરમિયાન બંને તરફથી પથ્થરમારાની ઘટના પણ થઈ. જો કે, પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો. કહેવામાં આવી રહ્યું છે કે એક તરફ ગણેશ મહોત્સવ અને બીજી તરફ ઈસ્લામિક ધાર્મિક ઝંડા લગાવવાના શરૂ થયા એટલે વિવાદ થયો. જો કે, સ્થિતિ અત્યારે કાબૂમાં છે. ભરૂચના DSP મયુર ચાવડાના જણાવ્યા મુજબ, ગત રાત્રે 10:30 વાગ્યાની આસપાસ પોલીસને જાણકારી મળી હતી કે 2 સમુદાયના લોકો સામસામે આવી ગયા છે.

પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો તેમાં ઝંડા લગાવવાનો વિષયમાં બંને વચ્ચે હોબાળો થયો હોવાનું સામે આવ્યું. પોલીસે પહોંચીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. હાલમાં તેની તપાસ ચાલી રહી છે. આ બનાવની જાણ થતા જ ભરૂચ જિલ્લા DSP મયૂર ચાવડાએ ઘટનાસ્થળ પર પહોંચી હેડક્વાર્ટર DSP, LCB, SOG, B ડિવિઝન, તાલુકા પોલીસના PI, PSI સહિતનો પોલીસ કાફલો ખડકી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો.

જોકે ત્યારબાદ આ ઘટનામાં જે લોકો સામે આરોપ હતા, તે બધા લોકોની અટકાયત કરીને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં 2 કે 3 લોકોને ઇજાઓ પહોંચતા હૉસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ મળી રહી છે. જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે.

આ મામલે ભરૂચ જિલ્લા DSP મયૂર ચાવડાએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, હાલમાં તે સ્થળ પર શાંતિ છે. જેથી આ મામલે કોઇ પણ ઉશ્કેરણીજનક વાતો કરે તો ઉશ્કેરાવું ન જોઈએ અને કોઈ પણ વિષય ધ્યાન પર આવે તો પોલીસનું ધ્યાન દોરવું જોઈએ. આ બનાવમાં હાલ તો પોલીસ ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી છે. જોકે બનાવમાં કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરતના લાલગેટ વિસ્તારના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહી એક ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાથી વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, ત્યારબાદ સેકડો લોકો વિરોધ કરવા માટે સૈયદપુરા પોલીસ સ્ટેશન બહાર ભેગા થઈ ગયા હતા.

તણાવને જોતા ઘટનાસ્થળ પર સ્થાનિક ધારાસભ્ય પણ પહોંચ્યા અને સ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પ્રતિક્રિયા આપતા જાણકારી આપી હતી કે આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને 27 અન્ય લોકોની પણ પોલીસે ધરપકડ કરી હતી, જે એવી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં સામેલ હતા.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!