વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસના અવસર પર અજમેર શરીફ દરગાહ લંગર લગાવવા જઇ રહી છે. 17 સપ્ટેમ્બરના રોજ દરગાહના મેનેજમેન્ટ તરફથી 4000 કિલો શાકાહારી ભોજન પીરસવામાં આવશે. અજમેર શરીફના ગાદીપતિ સૈયદ અફશાન ચિશ્તીના જણાવ્યા અનુસાર લંગરમાં ચોખા, ઘીમાં બનેલી પૂરી, ડ્રાઈ ફ્રૂટ્સ વગેરેનું વિતરણ કરવામાં આવશે. આ ભોજન શ્રદ્ધાળુઓ અને ગરીબોમાં વહેચવામાં આવશે. દરગાહના અધિકારીઓ મુજબ, આ કાર્યક્રમ ‘સેવા પખવાડિયા’નો હિસ્સો છે.
લંગર મોટા શાહી હાંડામાં તૈયાર કરવામાં આવશે. જે હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાથે જોડાયેલી 550 વર્ષ જૂની પરંપરાનો હિસ્સો છે. આ હાંડામાં બનેલું લંગર જાયરીન માટે ખૂબ ખાસ હોય છે. એવું પહેલી વખત થશે જ્યારે દરગાહમાં કોઈ વડાપ્રધાનનો જન્મદિવસ એટલા મોટા પ્રમાણમાં મનાવવામાં આવશે. તો એ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે વિશેષ દુવાનું પણ આયોજન કરવામાં આવશે.
ખ્વાજા મોઇનુદ્દીન ચિશતીની દરગાહ પર દેશભરમાંથી દરેક ધર્મ અને સમુદાયના લોકો આવે છે. અજમેર સ્થિત દરગાહને ભારતમાં મુસ્લિમોનું મોટું ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને દરગાહ પર જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ મનાવવામાં આવશે. શૈયાદ અફશાન ચિશ્તીએ જણાવ્યું કે, શાકાહારી લંગરની પરંપરા 550 વર્ષ જૂની છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ હાંડામાં શાકાહારી લંગર બનાવવાના આવે છે. લંગરને જાયરીન વચ્ચે વહેચવામાં આવશે. વસ્તીઓમાં પણ લંગર મોકલાવવામાં આવશે. તેમણે જાણકારી આપતા કહ્યું કે, દરગાહમાં હંમેશાં શાકાહારી લંગર બનતું આવ્યું છે. આ લંગરમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી. ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 74મો જન્મ દિવસ છે. તેમનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પર ઉર્સના અવસપ પર ચાદર ચઢાવે છે. વડાપ્રધાન મોદીની અજમેરની દરગાહમાં ખૂબ શ્રદ્ધા છે.