fbpx

પ્રાંતિજ બોખ ખાતે નવા-નીર ના વધામણા કરવામા આવ્યા

Spread the love

પ્રાંતિજ બોખ ખાતે નવા-નીર ના વધામણા કરવામા આવ્યા
– પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા વધામણા કરવામા આવ્યા
– ઉપરવાસ મા પડેલ ભારે વરસાદ ને લઈ ને બોખ મા નવા-નીર આવતા છલોછલ
– પાણી ભરાતા ૨૦ થી વધુ ગામોના લોકોને લાભ થશે
–  ખેડૂતો ના બોર કુવાઓ પણ રિચાર્ડ થશે
                 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ બોખ આ વર્ષે પડેલ સારા વરસાદ ને લઈ ને પાણી ભરતા ખેડૂતો સહિત ગ્રામજનો મા આનંદ છવાયો છે તો પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા આવેલ નવા-નીર ના વધામણા કરવામા આવ્યા


 
પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ ઉપર આવેલ મોટી બોખ આ વર્ષે મેધરાજા ની અસીમ કુપા થતા અને ઉપરવાસ મા પડેલ ભારે વરસાદ ને લઈ ને બોખ મા નવા-નીર આવતા બે કાંઠે પાણી ભરાતા આજુબાજુ મા આવેલ ૨૦ થી પણ વધુ ગામોના બોર કુવા રિચાર્ડ થશે અને ખેડુતો સહિત પશુ પંખીઓ ને પણ પાણી મળી રહશે ત્યારે આ વર્ષે બોખ મા છલોછલ પાણી ભરાતા પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા મોટી બોખ ખાતે જઇ ને પાણી મા શ્રીફળ , ફુલ અર્પણ કરીને પાણીના નવા-નીર ના વધામણા કર્યા હતા તો આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ ,  ગીરીશભાઇ પટેલ , નિકુંજભાઇ ભાઇ રામી , અરવિંદભાઇ પરમાર , ગીતાબેન પટેલ ,હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , સંજયભાઇ પટેલ , જગદીશભાઇ કિંમતાણી , મહેશભાઇ મકવાણા  , મનોજભાઇ મોદી સહિત ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!