પ્રાંતિજ ના ધડી મા ૧૫ વર્ષ ની બાળકી ને પરેશાન કરતા એક ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– ૨૦૨૪ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ ની કલમ ૭૪,૭૫(૧)(૧),૭૮(૨)તથા પોકસો એકટ કલમ ૧૧(૧)(૪) ૧૨ મુજબ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના ધડી ખાતે ૧૫ વર્ષ ની બાળકીનો અવરનવર પીછો કરી ગંદા ઇશારા કરી સગીરા નો હાથ પકડી આબરૂ લેવાના ઇરાદે પરેશાન કરી જાતિય સતામણી કરતા ધડી ના ઇસમ સામે બાળકી ની માતા દ્રારા પોલીસ ફરિયાદ કરી
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના ધડી ગામ નો ઇસમ ૧૫ વર્ષ ૩ માસ ૨૮ દિવસ ની સગીર વયની હોવાનુ જાણતો હોવાછતાંય આરોપી ભૂપેન્દ્રસિંહ પરમાર બાળકી ધરેથી નિકળે એટલે તેનો પીછો કરી ગંદા ઇશારા કરી આબરૂ લેવાના ઇરાદે તેના મોઢા ઉપર હાથ ફેરવી ચુટલીઓ ભરી જાતિય સતામણી કરતા ધડી નો ભૂપેન્દ્રસિંહ દાન સિંહ પરમાર રહે.ધડી તા.પ્રાંતિજ જિ. સાબરકાંઠા વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સગીરાની માતા દ્રારા ઇસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસ દ્રારા ભૂપેન્દ્રસિંહ દાન સિંહ પરમાર વિરૂધ્ધ આઇપીસીકલમ ૭૪,૭૫, (૧) (૧) , ૭૮(૨) તથા પોકસો એકટ કલમ-૧૧ (૪) ,૧૧૨ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર એન.કે.પટેલ દ્રારા હાથ ધરવામા આવી છે
જીલ રાવલ પ્રાંતિજ