fbpx

1900 કરોડમાં બનેલો હાઇવે તો કેમ વસૂલાયો 8000 કરોડનો ટોલ ટેક્સ? ગડકરીએ આપ્યો જવાબ

Spread the love

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વધુ ટોલ ટેક્સ કલેક્શનના મુદ્દા પર ખૂલીને વાત કરી હતી. એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારે ઘણા ખર્ચ ઉઠાવવા પડે છે. હાલમાં જ એક RTI ચર્ચામાં આવી હતી, જેમાં ખબર પડી હતી કે રાજસ્થાનમાં દિલ્હી-જયપુર હાઇવે પર એક ટોલ પ્લાઝમાં લગભગ 8000 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે, જ્યારે હાઇવે બનાવવામાં 1900 કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. નીતિન ગડકરીને એક કાર્યક્રમમાં સવાલ કરવામાં આવ્યો કે, જ્યારે રોડ નિર્માણ 1900 કરોડ રૂપિયા થયો તો ટોલ ટેક્સ તરીકે 8 હજાર કરોડ રૂપિયા કેમ વસૂલવામાં આવ્યા?

આ સવાલ પર નીતિન ગડકરીએ જવાબ આપતા કહ્યું કે ટેક્સ એક દિવસમાં વસૂલવામાં આવતો નથી. તેમણે જણાવ્યું કે, સરકારને ટોલ કલેક્શન અગાઉ અને બાદમાં ઘણા ખર્ચ પણ ઉઠાવવા પડે છે. તેમણે તેના માટે લોન પર ઘર ખરીદવાનું ઉદાહરણ પણ આપ્યું હતું. રિપોર્ટ્સ મુજબ તેમણે કહ્યું કે, જો તમે કાર કે ઘર કેશમાં ખરીદો છો તો તેની કિંમત 2.5 લાખ રૂપિયા હશે, જો તમે આ વસ્તુને 10 વર્ષની લોન પર લો છો તો તેની કિંમત 5.5 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયા થઈ જશે. દર મહિને વ્યાજ આપવું પડે છે. ઘણી વખત લોન લઈને થાય છે.

નેશનલ હાઇવે-8 (દિલ્હી-જયપુર હાઇવે) પર વધુ ટોલ લેવાને લઈને ગડકરીએ કહ્યું કે, વર્ષ 2009માં UPA સરકારે રસ્તાની ફાળવણી કરી હતી. આ પ્રોજેક્ટમાં 9 બેન્ક સામેલ હતી. આ રોડને બનાવવામાં ઘણી પરેશાનીઓ થઈ હતી. કોન્ટ્રાક્ટર પણ ભાગી ગયા હતા. બેન્કે કોર્ટમાં કેસ કરી દીધા હતા. ત્યારબાદ નવા કોન્ટ્રાક્ટર આવ્યા. અમે નવા કોન્ટ્રાક્ટરોને ટર્મિનેટ કર્યા. દિલ્હી હાઇકોર્ટે સ્ટે ઓર્ડર જાહેર કરી દીધો. અમે આ રોડ પર નવો DPR તૈયાર કર્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે, રસ્તાની બંને તરફ દબાણ હતું. અમે સતત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે જો આપણે 6 લેન રોડ બનાવવો હોય તો દબાણ હટાવવું પડશે. પછી વરસાદ થયો અને અમે અમે ઘણી પરેશાનીઓનો સામનો કર્યો. તેમણે જાણકારી આપી કે નરેન્દ્ર મોદી સરકારના શરૂઆતી 100 દિવસોમાં કેબિનેટે 8 રોડ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. વિભાગે માર્ચ સુધી 3 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પૂરા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!