fbpx

‘બાફેલા બટેટા ખાવાલાયક છો’, વિદેશી યુટ્યુબરે ઇન્ડિયન ફૂડને કહ્યું બેકાર, તો…

Spread the love

લોકો સોશિયલ મીડિયા પર કોઈ પણ વસ્તુને લઈને પોતાના સારા ખરાબ મંતવ્ય ખૂલીને સામે રાખે છે. હવે તેનાથી કોઈ દુઃખી થઈ જાય તો ઓનલાઇન જ બહેસ પણ છેડાઈ જાય છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દા પર 2 ભાગમાં વહેચાઈ જાય છે. હાલમાં એક ઓસ્ટ્રેલિયન યુટ્યુબરને ટ્વીટર પર પોતાની પોસ્ટના કારણે એવી જ બહેસ અને ખરી ખોટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધુ ત્યારે શરૂ થયું, જ્યારે @_FlipMan નામની ID પરથી જેફ નામના શખ્સે ભારતીય ફૂડની થાળીની તસવીર એક્સ પર પોસ્ટ કરી.

તેના કેપ્શનમાં તેમણે કહ્યું કે, ‘ભારતીય ભોજન પૂરી ધરતી પર સૌથી શાનદાર છે. ભલે પછી તેના પર મારી સાથે ઝઘડો કરો.’ જેફના આ પોસ્ટને કોટ @SydneyLWastson નામની ID પરથી સિડની વૉટ્સને લખ્યું કે, નહીં બિલકુલ પણ એવું નથી. આગામી પોસ્ટમાં તેણે લખ્યું જો તમને ખાવાનું ખાવા લાયલ બનાવવા માટે તેમાં ગંદા મસાલા નાખવા પડે તો તમારું ખાવાનું સારું લાગતું નથી. સિડનીની આ પોસ્ટ પર ન માત્ર ભારતીય પરંતુ વિદેશી લોકો પણ તેના પર ચઢી બેઠા અને કહ્યું કે, અમે તમારી વાતથી સહમત નથી.

લોકો કમેન્ટમાં ઘણા પ્રકારના કટાક્ષ કર્યા. કોઈએ લખ્યું કે,  સિડનીના મોઢામાં ટેસ્ટ બડ્સ નથી તો તેના પર આરોપ ન લગાવો. એક યુઝરે લખ્યું કે, કોને ફરક પડે છે. તું બાફેલા બટેટા ખાવા લાયક છે, અમે પતાનું ટેસ્ટી ખાવાનું ખાઈએ છીએ. એક યુઝરે લખ્યું ‘ભારતામાં તમને 5 હજાર પ્રકારના પકવાન મળશે, જ્યારે પશ્ચિમી દેશોમાં મુશ્કેલીથી 10. એક યુઝરે લખ્યું કે, એ જ દુનિયા જાણો છે એજ મસાલાએ કેટલા સ્વાદિષ્ટ પકવાન ખવાડ્યા. એક યુઝરે મજા લેતા લખ્યું કે, ભારતમાં આજ મસાલાઓના વેપાર પર કબજો કરવા માટે યુરોપિયન દેશ યુદ્ધ કરતા હતા. એક યુઝરે કહ્યું કે, ભારતીય ભોજન સંસ્કૃતિ, પરંપરા અને પ્રેમનો ઉત્સવ છે. જો તમને એ પસંદ નથી તો એ તમારું નુકસાન છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!