fbpx

અંબાલાલ પટેલની નવી આગાહી, ગુજરાતના આ વિસ્તારમાં વરસાદ પડવાની આગાહી કરી

Spread the love

વરસાદે આ સીઝનમાં આખા ગુજરાતને ધમરોળ્યા બાદ હવે વિરામ લીધો છે. ગુજરાતમાં ચોમાસાની વિદાયની વાતો થઇ રહી છે, પરંતું હવે ફરી એક વખત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, 18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ગરમી અનુભવાઈ રહી છે પરંતુ હવે ગરમી વચ્ચે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે.

અંબાલાલ પટેલે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડવાની અગાહી કરી છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી વિસ્તારમાં વરસાદની સંભાવના છે. તેની સાથે ગુજરાતના અન્ય ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડશે તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યુ છે કે, 22 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને 27-29 સપ્ટેમ્બરથી ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે.

હવામાન નિષ્ણાંતની આગાહી મુજબ, વડોદરા, આણંદ, નડિયાદ,  અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડશે. આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે, 28 સપ્ટેમ્બરના રોજ બનતી નવી સિસ્ટમ બંગાળની ખાડીમાં જો વાવાઝોડુ બનશે તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તેની સાથે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યૂલેશન બનશે. નવરાત્રીમાં નવી સિસ્ટમ બનશે જે વરસાદ લાવશે અને તેના કારણે નવરાત્રી દરમિયાન કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, નવરાત્રીમાં નવી સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ પડશે. નવરાત્રી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે, તો અન્ય વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. શરદ પૂર્ણિમા બાદ પણ છૂટોછવાયો વરસાદ પડશે. તેની સાથે અલ-નીનોની અસરના કારણે 3 ડિસેમ્બર બાદ ઠંડી પડશે અને 22 ડિસેમ્બર દરમિયાન કડકડકી ઠંડી પડશે. 27 ડિસેમ્બર આસપાસથી ઠંડીનું આગમન થઇ શકે છે.

રાજ્યમાં ચાલુ સીઝનનો કેટલો થયો વરસાદ

રાજ્યમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 99.27 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!