ટેક્સ સિસ્ટમને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. નાણાં મંત્રાલય નવી ઇનકમ ટેક્સ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, સરકારનું ઉદેશ્ય ટેક્સ સિસ્ટમ અને પ્રોસેસને સરળ બનાવવાનું છે. નવી સિસ્ટમ હેઠળ 125 સેક્શન અને સબ સેક્શન સમાપ્ત થઈ શકે છે. જુના ઇનકમ ટેક્સ અધિનિયમની જગ્યાએ નવો ઇનકમ ટેક્સ અધિનિયમ જલદી જ રજૂ કરવામાં આવશે. નવા ઇનકમ ટેક્સ અધિનિયમનો દાયરો તેને સરળ બનાવવાનો છે. નાણાં મંત્રાલય ફેબ્રુઆરી 2025માં આગામી બજેટમાં તેની જાહેરાત કરવાની સંભાવના પર વિચાર કરી રહ્યું છે.
નાણાં મંત્રી ઇનકમ ટેક્સ અધિનિયમથી અનાવશ્યક કલમો અને પેટાકલમોને સમાપ્ત કરવાનું લક્ષ્ય બનાવી રહ્યા છે. હાલમાં નાણાં મંત્રાલય ઇનકમ ટેક્સ અધિનિયમમાં સુધાર કરવામાં વ્યસ્ત છે, ત્યારબાદ સંશોધિત ઇનકમ ટેક્સ કાયદો દેશ સામે લાવવામાં આવશે. જો નવી સિસ્ટમ આવે છે તો ટેક્સ પેયર્સ માટે એ મોટો બદલાવ હોય શકે છે. નાણાં મંત્રાલય, ટેક્સને લઈને સરળ પ્રક્રિયા બનાવવા માટે અનાવશ્યક કલમો અને પેટા કલમોને સમાપ્ત કરી શકે છે. વિચાર કરવામાં આવી રહ્યો છે કે ટેક્સ વ્યવસ્થાને યથાસંભવ સરળ બનાવવામાં આવે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વાત પર ફોકસ કરી રહ્યા છે કે વધુમાં વધુ લોકો ટેક્સના દાયરામાં આવે અને આજ કારણ છે કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થા લઈને આવી. નવી ટેક્સ સિસ્ટમને લઈને મંત્રાલય તેના પર સમીક્ષા કરી રહ્યું છે અને એક્સપર્ટ્સ સાથે પરામર્શ કરી રહ્યું છે. આ દરમિયાન એ પણ જાણકારી મળી છે કે ટેક્સ દાખલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે મોટી પ્રતિક્રિયા મળી છે. લગભગ બધી પ્રતિક્રિયાઓમાં ટેક્સમાં દાખલ કરવાનું સરળ બનાવવા માટે અને તેના અનુપાલનના ભારને હળવો કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
નવા ઇનકમ ટેક્સ અધિનિયમની સમીક્ષા અને અંતિમ રૂપ આપવાનું કામ આગામી મહિનાઓમાં પૂરું કરી દેવામાં આવશે. સુધારાનું ઉદ્દેશ્ય કર સંહિતાને વધુ વ્યાપક બનાવવાનું, અનુપાલન ભારને હળવો કરવા અને ટેક્સ પેયર્સ માટે સ્પષ્ટતામાં સુધાર કરવાનું છે. આ બદલાવ હેઠળ એક્સપેન્ડેચર, રોકાણ, સંપત્તિ, દેવાદારો માટે નવા ટેબલ રજૂ કરવામાં આવશે, જ્યારે આવકના સોર્સ માટે તપાસની પ્રક્રિયા પણ રજૂ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ઇનકમ ટેક્સ અધિનિયમ 1961, 1 એપ્રિલ 1962ના રોજ લાગૂ થયો હતો અને તે આજ સુધી આખા ભારતમાં લાગૂ છે. વર્ષ 2020માં સરકારે નવી ટેક્સ સિસ્ટમ હેઠળ પોતાનું રિટર્ન દાખલ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતમાં ઇનકમ ટેક્સ સિસ્ટમ 1860માં સર જેમ્સ વિલિયમ્સ દ્વારા લાગૂ કરવામાં આવી હતી, જે સ્વતંત્રતા અગાઉ ભારતના નાણાં મંત્રી હતા. વર્ષ 1857ના સૈન્ય વિદ્રોહના કારણે સરકારને થયેલા નાણાકીય નુકસાનની ભરપાઈ માટે આ વ્યવસ્થા લાગૂ કરવામાં આવી હતી.