ન્યાય મેળવવા માટે સભાસદ દ્રારા ગ્રાહક હિત સુરક્ષા મંડળના દ્વાર ખખડાવવામા આવ્યા
પ્રાંતિજ ના ધડકણ દુધ મંડળી દ્રારા સભાસદ ને દુધ ભેળસેળ વાળુ છે તેમ કહી દુધ લેવાની ના પાડી
– ૨ લાખ રૂપિયાનો દંડ કરી ૩૦,૦૦૦ રૂપિયા ભરાવી કાચી પોહચ આપી
– કોરા કાગળ ઉપર સહીઓ કરાવીને બે સહીઓ વાળા કોરા ચેક લીધા
– ૧૦ માસ નો દુધ નો પગાર રોકી ૩૦,૦૦૦ ભરાવ્યા
– ભેળસેળ વાળુ દુધ છે તેમ કહીને સતત માનસિક ત્રાસ આપ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ધડકણ ખાતે દુધ મંડળી દ્રારા સભાસદ ને દુધ ભેળસેળ વાળુ છે તેમ કહીને દુધ લેવાની ના પાડી તો ૨ લાખ રૂપિયાનો દંડ કરી ૩૦,૦૦૦ રૂપિયા લઈ કાચી પોહચ આપી સતત માનસિક ત્રાસ ને લઈ ને સભાસદ દ્રારા પ્રાંતિજ ગ્રાહક હિત સુરક્ષા મંડળ ના દ્વાર ખખડાવવા આવ્યા
પ્રાંતિજ તાલુકાના ધડકણ ખાતે આવેલ ધડકણ દુધ ઉત્પાદન સહકારી મંડળ મા ૧૨૫૭ નંબર ના સભાસદ રાઠોડ જીતેન્દ્રસિંહ દિપસિંહ ને મંડળી દ્રારા તમાકુ દુધ ભેળસેળ વાળુ છે તેમ કહી સતત માનસિક ત્રાસ આપી દુધ લેવાની ના પાડી સભાસદ ના દિકરાએ દુધની લેબોરેટરી કરાવો કીધુ તો પણ લેબોટરી કરાવ્યા વગર સેકેટરી એ દુધ પાછુ લઈજા અને આવતી કાલે મંડળીમા આવજો તેમ કહી મંડળી મા બોલાવી મંડળીના ચેરમેન , સભ્યો , સેકેટરી તથા મંડળી તરફી સભાસદો હાજર હોય જેમા વિજયસિંહ ની કોરા કાગળ ઉપર સહીઓ કરાવી તથા મંડળી ના ઠરાવ મુજબ ૨ લાખ નો દંડ કરવામા આવેછે તો વિજયસિંહએ જણાવ્યુકે અમારુ દુધ ને લેબોરેટરી મા ટેસ્ટિંગ માટે મોકલો પરતુ ટેસ્ટિંગ કરાવેલ નહી અને વિજયસિંહ એ જણાવ્યુ કે મારૂ દુધ કઇ રીતે ભેળ સેળવાળુ છે તેમ જણાવતા હાજર સૌવ માનેલ નહી ને એક તરફી નિર્ણય કરી દાદાગીરી કરીને કોરા કાગળ ઉપર સહીઓ કરાવેલ તથા મંડળીના ચેરમેને કોરા બે ચેકો ઉપર સહીઓ કરાવી ને લીધેલા અને દંડ ભરવા સતત માનસિક ત્રાસ આપી ૧૦ માસ નો દુધનો પગાર રોકી રાખેલ હતો અને ૩૦,૦૦૦ ભરાયેલ હતા અને કાચી પહોંચ આપી હતી અને સતત નાણા ભરવા જણાવ્યુ હતુ અને જો દંડ નહી ભરે તો તારુ દુધ મંડળીમા લેવાનુ બંધ કરી દેવામા આવશે જેથી ના છુટકે રાઠોડ જીતેન્દ્રસિંહ દિપસિંહ દ્રારા ગુજરાન ચલાવવાનુ મુશ્કેલ બનતા આખરે પ્રાંતિજ ગ્રાહક હિત સુરક્ષા મંડળ મા સભાસદ દ્રારા ફરિયાદ કરવામા આવી છે તો મંડળી દ્રારા દંડ પેટેની રકમ લેવામા આવે છે પણ સામે કાચી પોહચ આપતા દંડ પેટે લીધેલ રકમ મંડળી મા કર્યા હેર્ડે જમા થઈ તેવા સવાલો પણ હાલતો ઉઠવા પામ્યા છે તો મંડળી દ્રારા દંડ કરવાની સત્તા ના હોવા છતાંય દંડ કરવામા આવે છે તો સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ અગાઉ પણ ૧૫ જેટલા સભાસદો ને દંડ કરીને તે નાણાનો કોઇ હિસાબ મંડળીના ચોપડે ના હોઇ દુધ મા ભેળસેળ ના નામે સભાસદો પાસેથી નાણા ઉઘરાવતા હોય તેવુ આપેલ પહોંચ ઉપરથી જણાઇ આવે છે ત્યારે જવાબદાર તંત્ર દ્રારા યોગ્ય તપાસ થાય તેવી માંગ પણ ઉઠવા પામી છે ત્યારે હાલતો ન્યાય માટે સભાસદ દ્રારા ગ્રાહક હિત સુરક્ષા મંડળ ના દ્વાર ખખડાવામા આવ્યા છે
આ બાબતે ફરીયાદીની અરજી ગ્રાહક હિત સુરક્ષા મંડળ, પ્રાંતિજને મળતા મંડળ દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર ને પુરાવાસહ રજૂઆત કરવામાં આવતા સાબરડેરીના અધિકારી દ્વારા તપાસ કરવા આવી હતી જેમાં ફરીયાદી જ આરોપી હોય તેમ તપાસ કરવામાં આવી હતી. |
આ બાબતે સભાસદને જો ન્યાય નહીં મળે તો નામદાર કોર્ટમા ફરીયાદ કરી દાખલ કરવામાં આવનાર છે |
જીલ રાવલ પ્રાંતિજ