અમેરિકામાં ગુજરાતી મહિલાની માલિકીની હોટલ પર FBIના દરોડાથી ખળભળાટ મચી ગયો છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન અને યુનાઇટેડ સ્ટેટ માર્શલ સર્વિસે મંગળવારે એરિઝોના 27 એવેન્યુ કોરીડોર નોર્થવેસ્ટ ફિનિક્સમાં આવેલી રોયલ INN હોટલમાં દરોડા પાડ્યા હતા.
આ હોટલી માલિક 54 વર્ષની વર્ષા પટેલ છે અને હોટલની મેનેજર નીલમ પટેલ છે. FBIના દરોડામાં એક વ્યક્તિની ધરપકડ કરવામા આવી છે. આરોપ એવો છે કે વર્ષા પટેલ અને નીલમ પટેલ આ હોટલમાં ડ્રગ્સનું રેકેટ અને દેહ વ્યાપરાનો ધંધો કરતા હતા. રોયલ INNને સીલ કરી દેવામાં આવી છે. જો કે, હજુ સુધી વર્ષા પટેલ અનને નીલમ પટેલની ધરપકડ કરવામાં આવી નથી. છેલ્લાં 4 વર્ષથી પોલીસ આ હોટલની તપાસ કરી રહી હતી.હોટલમાંથી 4 લાખ ડોલર પણ જપ્ત કરવામાં આવ્યા છે.