Bookmyshowના CEO અને કો-ફાઉન્ડર આશિષ હેમરાજાનીને મુંબઇ પોલીસે સમન્સ પાઠવ્યા છે. Bookmyshow ઓનલાઇન ટિકિટ વેચવાનું પ્લેટફોર્મ છે. આશિષને આ સમન્સ ટિકિટોની કાળાબજારી કરવાના આરોપમાં જાહેર કરવામાં આવ્યું છે. આશિષ પર આરોપ છે કે તેમણે આગામી વર્ષે થનાર ‘કોલ્ડપ્લે કોન્સર્ટ’ની ટિકિટ મોંઘા ભાવે વેચી છે. આશિષ અબજો રૂપિયાના માલિક છે. આગામી વર્ષે જાન્યુઆરીમાં કોલ્ડપ્લે બેન્ડ મુંબઇમાં પરફોર્મ કરશે. તેના માટે Bookmyshow પર ટિકિટનું વેચાણ કરવામાં આવ્યું છે.
વકીલ અમિત વ્યાસે આ કોન્સર્ટ માટે Bookmyshow પર કાળાબજારીનો આરોપ લગાવ્યો છે. આ મામલે અમિતે ગુરુવારે ઇકોનોમિક ક્રાઇમ બ્રાન્ચ (EOW)માં ફરિયાદ નોંધાવી હતી. ટિકિટોને 30-50 ટકા વધુ કિંમત પર વેચવામાં આવી છે. તેના પર એવો પણ આરોપ છે કે 2500 રૂપિયાની ટિકિટ એક લાખ રૂપિયા સુધીમાં વેચવામાં આવી.
આશિષને ઝાડ નીચે આવ્યો આઇડિયા
આશિષને Bookmyshowનો આઇડિયા એક ઝાડ નીચે આવ્યો હતો. વાસ્તવમાં 2 વર્ષ સુધી જોબ કર્યા બાદ તેઓ છુટ્ટીઓ મનાવવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. ત્યાં તેઓ ખેલી સમયમાં ઝાડ નીચે બેસીને રેડિયો પર એક પ્રોગ્રામ સાંભળી રહ્યા હતા. આ પ્રોગ્રામમાં તેમણે રગ્બી ગેમની ટિકિટ બાબતે જાહેરાત સાંભળી. અહી તેમને આઇડિયા આવ્યો કે કેમ નહીં એવું જ કંઇક ફિલ્મોની ટિકિટ માટે પણ બનાવવામાં આવે. ભારત ફરવા અગાઉ સુધી તેમનો પૂરો પ્લાન તૈયાર હતો.
આશિષે 2 મિત્રો સાથે વર્ષ 1999માં બિગ ટ્રી એન્ટરટેનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની શરૂ કરી. એ સમયે દેશમાં ઇન્ટરનેટનો વિસ્તાર વધારે નહોતો. ફોન તો ભૂલી જ જાવ. ઓનલાઇન પેમેન્ટ માટે પણ કોઇ એપ નહોતી. એવામાં આશિષ સામે ઘણા પડકારો હતા. કેટલાક સમય બાદ કંપનીનું નામ બદલાઇને ગો ફોર ટિકિટિંગ થઇ ગયું. એ સમયે ડોટ કોમ ઇન્ડસ્ટ્રીની ખૂબ ડિમાન્ડ હતી. એવામાં જેપી મોર્ગન ચેસે ગો ફોર ટિકિટિંગના પોતાના બધા શેર ન્યૂઝ કોર્પોરેશનને વેચી દીધા. હવે કંપનીનું બ્રાન્ડ નેમ ઇન્ડિયા ટિકિટિંગ થઇ ગયું હતું. વર્ષ 2002માં એક એવો દૌર પણ આવ્યો જ્યારે ડોટ કોમ ઇન્ડસ્ટ્રીનું આખું માર્કેટ ક્રેશ થઇ ગયું.
તેની અસર આશિષની કંપની પર પણ પડી. 150 કરતા વધુ કર્મચારીઓવાળી આ કંપનીમાં માત્ર 6 લોકો બચ્યા. કંપની બંધ કરવાની હાલતમાં આવી ગઇ હતી. ઘણા શહેરોમાં શરૂ કરવામાં આવેલા કોલ સેન્ટર્સ બંધ કરવા પડ્યા. વર્ષ 2006માં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો જમાનો આવ્યો. નેટ બેંકિંગની શરૂઆત થઇ ગઇ. થિયેટરો આ મલ્ટીપ્લેક્સની સંખ્યામાં પણ ભારે વધારો થયો. તેનાથી આશિષની કંપનીને પણ ફાયદો થયો. વર્ષ 2007માં તેમણે કંપનીનું નામ બદલીને Bookmyshow રાખી દીધું. વર્ષ 2001માં જ કંપની નવા મુકામ સુધી પહોંચી ગઇ આ લગભગ 16 કરોડ રૂપિયાની આવક થઇ. ત્યારબાદ આશિષે પાછળ ફરીને જોયું નથી.
કેટલું છે આશિષનું નેટવર્થ?
આશિષનો જન્મ વર્ષ 1975માં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ જુહુમાં સ્થિત માણેકજી કપૂર એજ્યુકેશન ટ્રસ્ટથી લીધું હતું. ત્યારબાદ મીઠીબાઇ કૉલેજથી ગ્રેજ્યુએશન અને સિડેનહેમ કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સથી MBA કર્યું. અભ્યાસ બાદ તેમણે એડવર્ટાઇઝમેન્ટ કંપની જે વૉલ્ટરમાં જોબ શરૂ કરી દીધી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ આશિષનું નેટવર્થ 3000 કરોડ રૂપિયાથી વધારે છે. તો તેમની કંપની Bookmyshowનું અંદાજિત વેલ્યૂએશન 7500 કરોડ રૂપિયા છે.