fbpx

મુંબઈ યુનિવર્સિટીની ચૂંટણીમાં આદિત્યની યુવા સેનાની ભવ્ય જીત, ABVPના સુપડા સાફ

Spread the love

આદિત્ય ઠાકરેના નેતૃત્વવાળી યુવા સેનાએ મુંબઈ યુનિવર્સિટીની સેનેટની ચુંટણીમાં મોટી જીત મેળવી છે. યુવા સેનાના સેનેટના તમામ 10 ઉમેદવારોએ જીત મેળવી જ્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) સહિતના અન્ય સંગઠનોનું ખાતું પણ ખુલ્યું ન હતું. મળેલ જાણકારી અનુસાર મયુર પંચાલ OBC કેટેગરીમાં અને શીતલ દેવરુખકર સેઠે SC કેટેગરીમાં જીત મેળવી છે. જ્યારે ડો.ધનરાજ કોહરચડે SC કેટેગરીમાં, સ્નેહા ગવળી મહિલા કેટેગરી અને શશિકાંત જોર NC કેટેગરીમાં વિજેતા થયા છે.

આ જીત બાદ માતોશ્રીમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિવસેના (UBT) ના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે સેનેટ ચુંટણીમાં ABVP સહિતના તમામ સંગઠનો નો સફાયો થઇ ગયો છે જે વફાદાર શિવ સૈનિકોને કારણે શક્ય બન્યું છે. અમે વિદ્યાર્થીઓની સેવા કરતા રહેશું.

28 ઉમેદવારઓ હતા ચુંટણીના મેદાનમાં

મુંબઈ યુનિવર્સિટીની સેનેટની ચુંટણીમાં કુલ 28 ઉમ્મેદવાર મેદાનમાં હતા, જેમાં ABVPના 10 ઉમ્મીદવાર હતા. જો કે મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાએ કોઈ ઉમેદવાર ઉતાર્યો ન હતો, પણ તેનો એક સદસ્ય અપક્ષ તરીકે ચુંટણી લડી રહ્યો હતો. અન્ય એક સંગઠન છત્રભારતીના પણ 4 ઉમ્મેદવાર મેદાનમાં હતા. તમને જણાવી દઈએ કે 13,406 મતદારોમાંથી આ વખતે 55% વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું.

આદિત્ય ઠાકરેએ કર્યો મોટો દાવો

સેનેટની છેલ્લી ચુંટણી વર્ષ 2018માં થઇ હતી ત્યારે શિવસેનાનું વિભાજન થયું ન હતું. સેનેટના છેલ્લી બે ચુંટણી કરતા આ વખતે મતદારોની સંખ્યા પણ ઓછી હતી. મીડિયા સમક્ષ સરકાર પર આરોપ લગાવતા આદિત્ય ઠાકરે કહ્યું કે સેનેટની ચુંટણીમાં અવરોધ પેદા કરવાની સરકાર કોશીશ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે આ ફક્ત શરૂઆત છે આવતા મહારાષ્ટ્ર વિધાનસભાની ચુંટણીમાં પણ મહાવિકાસ અઘાડી જીતશે અને સરકાર બનાવશે.

ચૂંટાયેલા સેનેટ સભ્યોને મળશે આ અધિકાર

સેનેટ મુંબઈ યુનિવર્સિટીમાં સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. જેમાં શિક્ષકો, આચાર્યો અને કોલેજ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ તેમજ રજીસ્ટર સ્નાતકોનો સમાવેશ થાય છે. જેને યુનિવર્સિટી બજેટ બનાવવો અધિકાર પણ મળેલો છે. જો કે મહારાષ્ટ્ર વિધાનસભા ઈલેક્શન પહેલા થયેલી આ ચુંટણીનું પરિણામ આશ્ચર્યજનક નથી, કારણ કે જુલાઈ 2024માં થયેલ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચુંટણીમાં શિવસેના(UBT) ના નેતા સંજય પરબે સ્નાતક મતવિસ્તારમાંથી જીત મેળવી હતી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!