fbpx

અમેરિકાની FBIએ એવું શું કહ્યું કે કાફલો લઈને CBI અમદાવાદ પહોંચી ગઈ

Spread the love

CBIની ટીમ ગુરુવારથી વિભિન્ન સ્થળોએ છાપેમારી કરી રહી છે, તેમાં પણ એવી માહિતી સામે આવી રહી છે કે, અમેરિકાની FBIએ ઇનપુટ્સ આપ્યા હતા કે, ગોવા, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને કૉલકાતામાં કેટલાક એવા કૉલ સેન્ટર ચાલી રહ્યા છે, જેની અંદર વિદેશી નાગરિકોને લૂંટવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઇનપુટના આધારે તપાસ શરૂ કરવામાં આવી અને તેનું કનેક્શન અમદાવાદ સાથે પણ છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા કેટલાક લોકોના નામ સામે આવ્યા છે, જેને ત્યાં CBIની ટીમ પહોંચી છે. આ બધા લોકો વિભિન્ન રાજ્યમાં વિદેશી નાગરિકો સાથે છેતરપિંડી કરવાનું અને તેમની પાસેથી પૈસા પડાવવા માટે કૉલ સેન્ટર તૈયાર કર્યા હતા. FBIના ઇનપુટ્સ બાદ આ લોકોની ધરપકડ માટે CBI કામ કરી રહી છે અને ગુરુવાર રાતથી આ તપાસ સુધી ચાલી રહી છે.

મીડિયો રિપોર્ટ મુજબ વિભિન્ન રાજ્યમાં ચાલતા કૉલ સેન્ટરમાં ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે, ગુરુવારની સવારથી અત્યાર સુધી 350 લોકોની ટીમ વિભિન્ન સ્થળે છાપેમારી કરી રહી હતી. આ છાપેમારી દરમિયાન ઘણા લોકો પાસેથી રૂપિયા પડાવવાનું આખું નેટવર્ક ગોવા, કૉલકાતા, વિશાખાપટ્ટનમ અને હૈદરાબાદમાં સેટ કરવામાં આવ્યું હતું. અત્યારે CBIની છાપેમારીની કાર્યવાહી થઇ રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આ કૉલ સેન્ટરના ઓર્ગેનાઇઝરને ત્યાં CBIની ટીમ કાર્યવાહી કરી રહી છે અને તેની પૂછપરછ કરી રહી છે.

આ આખા મામલે સ્થાનિક પોલીસને ભનક પણ લાગવા દેવામાં આવી નહોથી, એટલું જ નહીં તાજેતરમાં જ આ કૉલ સેન્ટરમાં કેટલાક નામ સામે આવ્યા છે, જેમાં વિકાસ ઉર્ફે મિસ્ટિક, સાગર પટેલ, ઇરફાન, હિતેશ , પ્રીતેષ અને મિહિરના આવાસો પર CBIની ટીમે છાપેમારી કરી છે. અત્યારે કાર્યવાહી થઇ રહી છે તેની અંદર વિભિન્ન કૉલ સેન્ટરના સંચાલકો અમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું છે અને તેમના આવાસો પર CBIની ટીમ તપાસ કરી રહી છે, બીજી બાજું આખા દેશમાં આ કૉલ સેન્ટરના ઇનપુટ્સ CBIને મળ્યા છે અને તેના આધારે કાર્યવાહી થઇ રહી છે. આ દેશભરની છાપેમારીની અંદર 350 કરતા વધુ અધિકારીઓની ટીમ કામે લાગી છે.

અગાઉ પણ ઘણી વખત અમેરિકાના નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો ભાંડાફોડ થયો હતો. જેમાં મોટા કૉલ સેન્ટરના માફિયાઓએ અબજો રૂપિયા એકત્ર કર્યા છે. અહીં લાઇફસ્ટાઇલ માટે જાણીતા આ કૉલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતોવાળા યુવાનોને વધારે પૈસા આપવાની લાલચ આપીને કૉલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડૉલર ભેગા કરતા હોય છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદ અને આસપાસની જગ્યાઓ પર લગભગ 35 જેટલા કૉલ સેન્ટર પર દિલ્હી CBIની ટીમે છાપેમારી કરી છે. ગુરુવારે મોડી રાતથી આ છાપેમારી ચાલી રહી છે. જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેટલાક કૉલ સેન્ટર હોવાની વાત સામે આવી રહી છે. એટલું જ નહીં આ કૉલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને ઇન્ફોમ કર્યા વિના CBIના 350 કરતા વધારે લોકો ગુરુવારે અમદાવાદ પહોંચ્યા હતા અને રાતથી લઇને હજુ પણ છાપેમારી ચાલી રહી છે.

ગાંધીનગરના અધિકારીઓના જણાવ્યા મુજબ, વિદેશી નાગરિકોને છેતરવાની આ જાણકારી CBIને મળી હતી. જાણકારીના આધારે CBIએ છાપેમારી કરી છે. રેડમાં શું મળ્યું છે તે અંગે હજું કોઇ માહિતી સામે આવી નથી પરંતુ આશંકાના આધારે ખૂબ મોટી છાપેમારી ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગાંધીનગરના પોલીસ અધિકારીઓને પણ આ મામલે જાણકારી આપવામાં આવી છે અને તેઓ જરૂર પડશે ત્યારે CBIની ટીમ તેમનો સંપર્ક કરશે તો તેમની મદદ પણ લેવામાં આવશે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!