અમદાવાદમાં જયાં પિતા કરિયાણું વેચતા હતા ત્યાંજ હવે તેમનો દીકરો દેશનો સૌથી મોટો મોલ બનાવી રહ્યો છે.
દુનિયાભરમાં જાણીતા લુલુ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ચાંદખેડામાં દેશનો સૌથી મોટો મોલ બનાવી રહ્યા છે, તેમના પિતા વર્ષો પહેલા અમદાવાદમાં કરિયાણીની દુકાન ચલાવતા હતા. દેશમાં અત્યારે સૌથી મોટો મોલ લખનૌમાં છે અને તે પણ લુલુ ગ્રુપનો જ છે. શુક્રવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ લુલુ ગ્રુપના 520 કરોડના પ્લોટ માટે દરખાસ્ત આવી હતી, જે લગભગ મંજૂર થઇ જશે.
લુલુ ગ્રુપ અમદાવાદમાં 30 લાખ સ્કેવર ફુટ વિસ્તારમાં 3,000 કરોડ રૂપિયાના ખર્ચે મોલ બનાવવા જઇ રહ્યા છે. આ મોલમાં દેશ અને દુનિયાની 300 જેટલી બ્રાન્ડ હશે. 15 મલ્ટીપ્લેક્સ હશે અને 3,000 લોકો બેસી શકે એટલું મોટું ફુડ કોર્ટ હશે.