ગુજરાતમાં આ વખતે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવશે એવી બધાને ચિંતા હતી, પરંતુ 7 દિવસમાં વરસાદ દેખાયો નહોતો. હવે નવરાત્રીના 2 દિવસ બાકી છે ત્યારે ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે કેટલાંક જિલ્લાઓમૈં ભારે વરસાદ પડશે
10 ઓકટોબરે નવસારી, ડાંગ દમણ, વલસાડ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એ સિવાય અન્ય જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ પડશે. 11 ઓક્ટોબરે સુરત, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી, ભાવનગર ગીર સોમનાથમાં યલો એલર્ટ છે. 12 ઓક્ટોબરે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે. 13 ઓક્ટોબરે દેવભૂમિદ્વારકા,ઓક્ટોબરે પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે.