પારસીઓ જ્યારે 8મી સદીમાં પર્શિયા છોડીને ભારત આવ્યા ત્યારે ઘણા બધા પારસીઓ ગુજરાતના નવસારીમાં આવીને વસ્યા હતા.ટાટાના પૂર્વજો પારસીઓના એક મોટા જૂથનો ભાગ હતા. નવસારીમાં ટાટા પરિવારની પચીસથી વધારે પેઢી દસ્તુર તરીકે કામ કરતી હતી. દસ્તુર એટલે પૂજા વિધી કરવાનું કામ. ટાટાનો પરિવાર નવસારીના મોટા ફળિયાના દસ્તુરવાડમાં રહેતો હતો.
ટાટા ગ્રુપને ઉંચાઇએ પહોંચાડનાર જમશેદજી ટાટાનો જન્મ 3 માર્ચ 1839માં થયો હતો. તેમની જન્મ શતાબ્દી પર 3 માર્ચ 1939માં તેમનું નવસારીનું ઘર જે આરડી ટાટાના ટ્રસ્ટ જે એન હાઉસને સોંપી દેવામાં આવ્યું અને 2014માં આ ઘરને રિનોવેટ કરીને મ્યુઝીયમમાં ફેરવી દેવાયું છે.
અહીં જમશેદજી ટાટાના જીવન સાથે સંકળાયેલા ફોટાગ્રાફસ, તે વખતે વપરાતા વાસણો એવું બધુ મ્યુઝિયમમાં રાખવામાં આવેલું છે. જાહેર જનતા માટે મ્યુઝીયમ ખુલ્લું રહે છે.