તહેવારો આવે એટલે ખાદ્ય પદાર્થની ધૂમ રહેતી હોય છે. લોકો મિઠાઇ કે ફરસાણની મોટા પાયે ખરીદી કરતા હોય છે. શનિવારે દશેરાનો તહેવાર છે તો લોકો જલેબી અને ફાફડાની મોજ માણશે. સુરત મહાનગર પાલિકાએ 10 ઓક્ટોબરે 11 જેટલા ફાફડા-જલેબીના નમૂના લીધા હતા. ઘણા સમયથી એવી ચર્ચા ચાલે છે અને અખબારોના અહેવાલોમાં પણ કહેવાય છે કે, તહેવાર પતી જાય પછી પાલિકાનો રિપોર્ટ આવે છે.
આ બાબતે અમે સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર, હેલ્થ, ડો. આશિષ નાયકને પુછ્યું હતું કે શુ રિપોર્ટ તહેવાર પતી જાય પછી આવે છે? તેમણે કહ્યું છે આ વાત ખોટી છે. છેલ્લાં 3 વર્ષથી સુરત મહાનગર પાલિકા પાસે આધુનિક લેબોરટેરી છે અને 24 કલાકમાં રિપોર્ટ આવી જાય છે. તહેવારમાં વેચાણ થાય તે પહેલાં રિપોર્ટ આવી જાય છે.