
પ્રાંતિજ શ્રી મદનમોહન લાલજી વૈષ્ણવ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન
– મોટી સંખ્યા મા સમાજ ના ભાઇ બહેનો સહિત ધર્મ પ્રેમી લોકો ઉપસ્થિત રહ્યા
– જન્માષ્ટમી ના દિવસે મેળાવડાની ઉજવણી
– દર વર્ષે જન્માષ્ટમી ની ધામધૂમથી ઉજવણી કરવામા આવે છે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી મદનમોહન લાલજી વૈષ્ણવ સંપ્રદાય ના મંદિર ખાતે દરવર્ષ ની જેમ આ વર્ષેપણ પવિત્ર જન્માષ્ટમી પર્વ અંતર્ગત મેળાવડાનુ આયોજન કરવામા આવ્યુ હતુ















પ્રાંતિજ બજાર ચોક દેસાઇ ની પોળ મા આવેલ શ્રી મદનમોહન લાલજી મંદિર સંકુલ માં જન્માષ્ટમી પર્વ અંતર્ગત મેળાવડાની ઉજવણી પ્રસંગે વૈષ્ણવ સમાજ ની બાલીકાઓએ તેમજ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુકરીને તેમનામા રહેલ અદ્ભુત શક્તિનો પરિચય કરાવ્યો હતો વ્રજેશભાઇ ભાવસાર , પિયુષભાઇ ભાવસાર , નરેન્દ્રભાઈ તેમજ વિજયભાઇ સેવકના માર્ગ દર્શન હેઠળ દર વર્ષે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી ખુબજ ધામધૂમ થી કરવામા આવે છે બાળકોએ શ્રી કૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત બાલગીતો લોકગીતો દેશ ભક્તિ ગીતો ભજન અને રાસ ગરબા ની રમઝટ જમાવીને ઉપસ્થિત સોવકોઇ ધર્મ પ્રેમી લોકો ને પ્રભાવિત કરી દીધા હતા
જીલ રાવલ સાબરકાંઠા

