
શનિવારે દેવ ઉઠી એકાદશી છે અને પુરાણોમાં એવું કહેવાયું છે કે, તુલસી અને ભગવાન શાલીગ્રામના દેવ ઉઠી અગિયારે લગ્ન થયા હતા અને આ દિવસથી લગ્નસરાની સિઝન શરૂ થાય છે. આ વખતે ભારતમાં 56 લાખ લગ્નો અને 6.5 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ જનરેટ થશે એવો એક રિપોર્ટ સામે આવ્યો છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડસની બ્રાન્ચ કેટ રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટીએ એક સર્વે હાથ ધર્યો અને તેમાં જાણવા મળ્યું કે આ વખતે ભારતમાં 46 લગ્નો થવાના છે અને તેને કારણે 6.5 લાખ કરોડનો વેડીંગ બિઝનેસ થવાનો છે. છેલ્લા કેટલાંક સમયથી વેડીંગ માર્કેટ અર્થતંત્રમાં મોટું યોગદાન આપી રહ્યું છે. વર્ષ 2024માં દેશમાં 48 લાખ લગ્નો થયા હતા અને તેને કારણે 5.90 લાખ કરોડનો બિઝનેસ જનરેટ થયો હતો.
