fbpx

પ્રાંતિજ ખાતે શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી નિકળી હતી

Spread the love

પ્રાંતિજ ખાતે શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી નિકળી હતી
-દાદા એ ભકતોના ધરે ધરે જઇ પધરામણી કરતાં ભકતોએ દાદાની આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી
-શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી જન્માષ્ટમી દિવસે તથા શિવરાત્રી દિવસે વર્ષ માં બે વાર  નિકળે છે
     


 સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની દરવર્ષ ની જેમ આ વર્ષેપણ મંદિર ના વ્યવસ્થા સ્થાપકો દ્રારા વાજતે ગાજતે સવારી કાઢવામાં આવીહતી જેમાં શિવભકતો દ્રારા શ્રી માલ્કડેશ્વર દાદાની પધરામણી ધરે કરાવી આરતી ઉતારી પ્રસાદ વહેચી ધન્યતા અનુભવી હતી


 

નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ પાંડવો ના સમયથી અતિ પ્રાચીન મંદિર શ્રી માલ્કડેશ્વર મહાદેવ ની દરવર્ષ ની જેમ શિવરાત્રી ના દિવસે પાલખી સ્વરૂપે નગરયાત્રા કાઢવામાં આવીહતી અને અગાઉ થી નોંધણી થયેલ શિવભકતો ના ધરે દાદાની પધરામણી કરવામાં આવીહતી જયારે શ્રી માલ્કડેશ્વર મહાદેવ દાદાની સવારી હવે વર્ષ માં બે વખત નિકળે છે જેમાં શિવરાત્રી તથા જન્માષ્ટમી એમાં શિવરાત્રી ના દિવસે દાદાની સવારી નાનીભાગોળ , બજારચોક તથા ગામના અંદર ના રૂટો માં જાયછે જયારે જન્માષ્ટમી ના દિવસે હાઇવે એપ્રોચરોડ થી ભાંખરીયા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી ઓમાં તથાદુકાનો માં પધરામણી થાયછે.આમ આવર્ષે પણ શ્રી માલ્કડેશ્વર દાદાની સવારી દરવર્ષ ની જેમ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે નિકળી હતી અને દાદાએ ભક્તોના ધરે ધરે જઇ આશીવાર્દ આપ્યા હતા જયારે ભકતો દ્રારા દાદાની પધરામણી કરાવી દાદાની આરતી ઉતારી પોતે ધન્યતા અનુભવી હતી જયારે અગાઉ નકકી કરેલ રૂટ ઉપર થઇ દાદાની સવારી ભકતો ના ધરે ધરે લઇ જવામાં આવેછે અને સંધ્યાકાળ પહેલાં દાદા સવારી પરત મંદિરમાં પહોચી જાય છે તો મંદિર વ્યવસ્થાપક યોગેશભાઇ રાવલ તથા ભુદેવો દ્રારા દરવર્ષ ની જેમ આ વર્ષેપણ સુંદર આયોજન કરવામા આવ્યુ હતુ


જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!