
ઉત્તર પ્રદેશના બાંદાના નરૈણી તાલુકાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કન્સોલિડેશન ઓફિસમાં તૈનાત લેખપાલ વિકાસ સિંહે SDM અમિત શુક્લા પર ગંભીર આરોપ લગાવ્યા છે. લેખપાલનું કહેવું છે કે, જ્યારે તેઓ SDMની ઇચ્છા મુજબ, રિપોર્ટ દાખલ ન કર્યો, ત્યારે તેમને બંધક બનાવીને માર મારવામાં આવ્યો, તેમનો ફોન છીનવી લેવામાં આવ્યો અને તેમની ધરપકડની ધમકી આપવામાં આવી. ત્યારબાદ તેમને દોઢ કલાક સુધી બંધક બનાવીને રિપોર્ટ લખવવામાં આવ્યો.
લેખપાલ વિકાસ સિંહના જણાવ્યા મુજબ, આ ઘટના 29 ઓક્ટોબરના રોજ બની હતી. પથરા ગામમાં ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું, જેના પર વિવાદ પણ ચાલી રહ્યો હતો. SDMએ કથિત રીતે બાંધકામને યોગ્ય ગણાવતા તેમના પક્ષમાં રિપોર્ટ દાખલ કરવા કહ્યું. જ્યારે લેખપાલે ઇનકાર કર્યો અને કહ્યું કે, બાંધકામ ગેરકાયદેસર છે, તો SDM ગુસ્સે થઇ ગયા.

તેમણે અપશબ્દ કહ્યા, નજીકના રૂમમાં ખેંચીને લઈ ગયા અને ધમકી આપી કે એટલા ચપ્પલ મારીશ કે ટાલ પડી જશે. દોઢ કલાક બાદ તેમને છોડવામાં આવ્યા. લેખપાલે આ ઘટનાની જાણકારી તેમના ઉપરી અધિકારીઓને કરી હતી. આ ઘટનાથી સમગ્ર જિલ્લાના કોન્સોલિડેશન લેખપાલોમાં રોષ ફેલાઇ ગયો છે. તો SDM અમિત શુક્લાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું કે, લેખાપાલ પોતાના સરકારી કાર્ય અને જવાબદારીઓ યોગ્ય રીતે નિભાવી રહ્યા નથી. એટ્લે તેમને કામ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમને પૂછવું જોઈએ કે તેમણે કયા પ્રકરણમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ બધા આરોપો પાયાવિહોણા અને નિરાધાર છે.’
ADM ફાઇનાન્સ કુમાર ધર્મેન્દ્રએ જણાવ્યું હતું કે, આ મામલો પાથરા ગામ સાથે જોડાયેલો છે, જે વસ્તી ધરાવતો વિસ્તાર છે. આ પ્રકરણ કોન્સોલિડેશન વિભાગના નાયબ મામલતદારે નોટિસ ફટકારી હતી. જો કે, આ મામલો વસ્તી સાથે જોડાયેલો છે, એટલે લેખપલે તેમાં કાર્યવાહી કરવી જોઈતી નહોતી. હવે નોટિસ પાછી ખેંચી લેવામાં આવી છે. આરોપોની તપાસ કોન્સોલિડેશન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર બંને સ્તરો પર કરવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

