આવતા મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી છે એ પહેલા રાજ્ય સરકારે મદરેસાના શિક્ષકો માટે જે નિર્ણય લીધો તેને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ભડકો થયો છે.
મહારાષ્ટ્ર સરકારે મદરેસામાં કામ કરતા ડીએડ શિક્ષકોનો પગાર 6,000 રૂપિયાથી વધારીને 16,000 અને બી.એડ તથા બીએસ બીએડ શિક્ષકોનો પગાર 8,000 રૂપિયાથી વધારીને 18,000 રૂપિયા કરી દીધો છે. આ નિર્ણયને કારણે શિવસેના ઉદ્ધવ અને કોંગ્રેસે મહાગઠબંધન સરકાર સામે નિશાન સાધ્યું છે.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે શું આ વોટ જિહાદ નથી? તો કોંગ્રેસે કહ્યુ કે, આ તો ચૂંટણીલક્ષી જાહેરાત છે.
શિવસેના UBTના નેતા સંજય ગુપ્તાએ કહ્યું કે, ભાજપ બીજા રાજ્યોમાં મદરેસા બંધ કરાવે છે અને હવે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેમને મૌલાના યાદ આવે છે.