fbpx

300 કરોડના ખર્ચે સદભાવના વૃદ્ધાશ્રમ બનશે, મોરારા બાપુની રામકથા કરાશે

Spread the love

રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્રારા સમાજના સેવાભાવી અને દાનવીર લોકોના સહયોગથી ભારતના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમના નવા પરિસરનું 30 એકર જગ્યામાં નિર્માણ થવા જઇ રહ્યું છે. આ વૃદ્ધાશ્રમ બનાવવાનો ખર્ચ અંદાજે 300 કરોડ છે. જેમાં 11 માળના 7 નવા બિલ્ડિંગમાં 5000 નિરાધાર, પથારીવશ, બીમાર વડીલો માટે 1400 રૂમ તૈયાર કરવામાં આવશે. આ સંદર્ભે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડિસેમ્બર 2024 સુધી મોમારી બાપુની રામકથાનું આયોજન કરાયું છે.

હિન્દુ ધર્માચાર્ય મહાસભાના આંતરરાષ્ટ્રીય કન્વીનર અને મહામંત્રી તેમજ શ્રી શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ અને સદભાવના વૃદ્ધાશ્રમના સંરક્ષક પરમાત્માનંદ સરસ્વતીજીએ જણાવ્યું હતું કે અનાથ, નિરાધાર, જેનું કોઇ નથી એવા વડીલોની સેવામાં વધુને વધુ લોકો જોડાતા રહે એ આજના સાંપ્રત સમયની માંગ છે. સદભાવના વૃદ્ધાશ્રમની સમગ્ર ટીમને સંસ્થામાં સેવા પામતા વૃદ્ધોના અંતરના આશીર્વાદ મળ્યા જેના લીધે સદભાવના સંસ્થાનો વિકાસ થયો. આજે 650 જેટલા વૃદ્ધોની સેવા થઇ રહી છે જેમાં 200થી વધુ વડીલો તો પથારીવશ છે ડાઇપર ઉપર છે.

માનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ હવે રાજકોટ-જામનગર હાઇવે ઉપર રામપર ખાતે 30 એકર જમીનમાં 5000 જેટલા વૃદ્ધો રહી શકે તેવા 1400 રૂમોવાળા એક વિશાળવૃદ્ધાશ્રમનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. આ વૃદ્ધાશ્રમમાં મંદિર, અન્નપૂર્ણા ગૃહ, પુસ્તકાલય, કસરતના સાધનો, યોગ રૂમ, દવાખાનું, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, બાગ બગીચા સહિતની અદ્યતન સુવિધા પરિસરમાં જ મળી રહેશે.

સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજય ડોબરીયાએ જણાવ્યું કે, સદભાવના વૃદ્ધાશ્રમમાં સામાજિક કે શારિરીક રીતે અશક્ત હોય તેવા કોઇપણ ઉંમરના વ્યક્તિઓને નાતજાત કે ધર્મના ભેદભાવ વગર આવકારવામાં આવે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!