fbpx

મોહન ભાગવત અને પ્રવીણ તોગડીયાની બેઠક, રાજકારણની દૃષ્ટિએ શું મહત્ત્વ છે?

Spread the love

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત અને વિશ્વ હિંદુ પરીષદના પૂર્વ પ્રમુખ ડો. પ્રવિણ તોગડીયા વચ્ચે નાગપુરમાં એક બેઠક થઇ જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. આ બેઠક એવા સમયે થઇ જ્યારે RSS અને ભાજપ વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે.તોગ઼ડીયાએ કહ્યું હતું કે, બંને નેતાઓ હિંદુ સમાજને એક કરવા માંગે છે એટલે બેઠક થઇ હતી.

3 દશક સુધી વિશ્વ હિંદુ પરિષદ સાથે રહેલા ડો. પ્રવિણ તોગડીયાએ 2018માં સંસ્થા છોડ્યા પછી પોતાની સંસ્થા શરૂ કરી હતી જેને આંતરાષ્ટ્રીય હિંદુ પરિષદ નામ આપ્યું છે. તોગડીયાએ એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ભાગવતને મેં સવાલ કર્યો હતો કે, જ્યારે ઇસ્લામની સુરક્ષાની વાત આવે છે ત્યારે સિયા અને સુન્ની જો ભેગા થઇ શકતા હોય તો હિંદુઓની સુરક્ષાના મામલે નાના મોટા સંગઠનો જે હિંદુઓ માટે કામ કરે છે તે કેમ ભેગા ન થઇ શકે?

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!