fbpx

હરિયાણાની 20 બેઠકો પર ફરીથી ચૂંટણી કરાવવાની માગ, કોર્ટમાં અરજી, આપ્યું આ કારણ

Spread the love

હરિયાણામાં નાયબ સૈનીના નેતૃત્વમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત તાજેતરમાં પૂર્ણ થયેલી હરિયાણા વિધાનસભાની 20 બેઠકો પર ફરીથી ચૂંટણી કરાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પક્ષકારે કોર્ટમાં અરજી દાખલ કરીને વહેલી તકે સુનાવણીની માંગ કરી હતી. જોકે. કોર્ટે તેમની અરજી પર જલ્દી સુનાવણી કરવાની ખાતરી આપી નથી. અરજીમાં BJPના CM નાયબ સૈનીના CM તરીકેના શપથ ગ્રહણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે, તમે ઈચ્છો છો કે અમે હરિયાણાની ચૂંટાયેલી સરકારના શપથગ્રહણ પર પ્રતિબંધ લગાવીએ. કોર્ટે નવી સરકારના શપથ ગ્રહણ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. અરજદારે પોતાની અરજીમાં શપથગ્રહણ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી હતી.

અરજીમાં 20 બેઠકો પર EVMમાં ખામી સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ વિધાનસભા સીટો પર EVMની બેટરી 99 ટકા સુધી ચાર્જ થઈ હતી, જ્યારે અન્ય જગ્યાઓ પર બેટરી 60-70 ટકા સુધી ચાર્જ થઈ હતી. અરજીમાં ચૂંટણી પંચને 20 વિધાનસભા બેઠકો પર ફરીથી ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, EVM સ્ટોર કરવા માટે પણ સૂચનાઓ માંગવામાં આવી છે.

જ્યારે, હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યું હતું અને ચૂંટણી પરિણામો સામે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના પ્રતિનિધિમંડળમાં K.C. વેણુગોપાલ, જયરામ રમેશ, પવન ખેડા અને અજય માકન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ હતા.

અહીં તમને જણાવી દઈએ કે, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં BJPએ 90માંથી 48 સીટો પર જંગી બહુમતી મેળવી છે. જ્યારે, દસ વર્ષથી સત્તામાં રહેલા BJP સામે સત્તા વિરોધી લહેરનો લાભ લેવામાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસ 37 બેઠકો જીતવામાં સફળ રહી છે. આ સિવાય INLDને 2 બેઠકો મળી છે. ઉપરાંત અપક્ષ ઉમેદવારોનો પણ વિજય થયો છે. જોકે તેમણે હાઈકમાન્ડને મળ્યા બાદ BJPને સમર્થન જાહેર કર્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!