fbpx

પ્રાંતિજ ના ઈન્દ્રાજપુર મા બાળકો લડવાને લઈ ને મહિલાને મારમારતા પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ના ઈન્દ્રાજપુર મા બાળકો લડવાને લઈ ને મહિલાને મારમારતા પોલીસ ફરિયાદ થઈ
– ધરમા પ્રવેશ કરી મહિલાને મારમારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
             


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના ઈન્દ્રાજપુર ખાતે બાળકોની અંદરો-અંદર લડવાને લઈ ને અદાવત રાખી મહિલાને મારમારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ


  પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના ઈન્દ્રાજપુર ગામે રહેતા કાળુસિંહ કોદરસિંહ ચૌહાણ ના બાળકો તથા જેસલસિંહ દશરથસિંહ ચૌહાણ ના બાળકો ભેગા મળી ને રમતા હતા તે દરમ્યાન અંદર અંદર બોલાચાલી થતા તેની અદાવત રાખી જેસલસિંહ ચૌહાણ કાળુસિંહ ચૌહાણ ના ધર મા જઇ ને રઇબેનને ગાળો-બોલી ગડદાપાટુ નો મારમારી જમણા પગે લાતમારી ફેકચર કરી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ગુન્હો કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા કાળુસિંહ કોદરસિંહ ચૌહાણ રહે.જુના ઈન્દ્રાજપુર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે જેસલસિંહ દશરથસિંહ ચૌહાણ રહે. જુના ઈન્દ્રાજપુર તા.પ્રાંતિજ જિ.સાબરકાંઠા વિરૂધ્ધ આઇપીસીકલમ ૧૧૭,૧૧૫(૨) , ૩૫૧(૩),૩૫૨,૩૨૯ મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર નારણભાઇ દ્રારા હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!