પ્રાંતિજ પોલીસ દ્રારા સોની મહાજન આંગડિયા પેઢી ના વેપારીઓ સાથે જાગૃતિ અંગે મીટીંગ યોજાઇ
- સોની મહાજન વેપારીઓ તથા આંગડિયા પેઢી ના વેપારીઓ ઉપસ્થિત રહ્યા
- આવનાર દિવાળી ના તહેવાર ને લઈ ને જાગૃતિ અંગે મીટીંગ યોજાઇ
- દિવાળા તહેવાર દરમ્યાન બનતા બનાવોને લઈ ને જાગૃત કર્યા
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્રારા આવનાર દિવાળી ના તહેવારોને લઈ ને સોની મહાજન તથા આંગડિયા પેઢી ચલાવતા વેપારીઓ સાથે જાગૃતા અંગે એક મીટીંગ યોજીહતી જેમા વેપારીઓને જાગૃત કરવામા આવ્યા હતા
દિવાળીના તહેવારો ચાલુ થાય એટલે ભેજાબાજ પોતાનુ ભેજુ અજમાવવા હોય છે અને ભીડ જોઇને સોનીઓ તથા આંગડિયા પેઢીની વોચ ગોઠવી પોતાનો ખેલ પુરૂ પાડતા હોય છે ત્યારે આવા ભેજાબાજોથી સર્તક કરવામા આવે તે હેતુ થી પ્રાંતિજ પોલીસ દ્રારા પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે આવેલ મહાકાળી મંદિર ખાતે પોલીસ અને સોની મહાજન ના વેપારીઓ તથા આંગડિયા પેઢી ચલાવતા વેપારીઓ સાથે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના એ.એસ.આઇ એન.કે. પટેલ ની અધ્યક્ષતા મા એક જાગૃતા અંગે ની મીટીંગ યોજાઇ હતી જેમા પ્રાંતિજ ખાતે સોનાચાંદી નો વેપાર કરતા વેપારીઓ અને આંગડિયા પેઢી ચલાવતા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમા નૈલેશભાઇ સોની , મુકેશભાઇ સોની , યોગેશભાઈ સોની , અમરીશભાઈ સોની , મનોજભાઇ મોદી , બીપીનભાઇ સોની , મનીષ ભાઇ ચોકસી સહિત ના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો પ્રાંતિજ પોલીસ દ્રારા દિવાળી ભીડને લઈ ને કોઇ વેપારી છેતરાય નહી તે માટે સોની મહાજન વેપારીઓ તથા આંગડિયા પેઢી ના વેપારીઓ ને સજાગ કરવામા આવ્યા હતા
જીલ રાવલ પ્રાંતિજ