ગુજરાતમાં એક જ બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી છે છતા આ બેઠક હાઇપ્રોફાઇલ બેઠક બની ગઇ છે. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે. વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભા 2024 લડ્યા અને જીત્યા એટલે આ બેઠક ખાલી પડી છે અને હવે તેની પેટા ચૂંટણી થવાની છે.
વાવની બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ એટલા માટે છે કે ભાજપે લોકસભામાં વાવની એક બેઠક ગુમાવવી પડી હતી એટલે હારનો બદલો લેવાની ભાજપ માટે તક છે. જ્યારે કોંગ્રેસ એમ માને છે કે જો વાવમાં જીતીશું તો કોંગ્રેસ અહીં હેટ્રિક મારશે, કારણકે ગેનીબેન સતત બે ટર્મથી ધારાસભ્ય હતા. વાવ બેઠક કોંગ્રેસ જીતશે તો ગેનીબેન ઠાકોરનું કદ વધી જશે.