સૂર્યકુમાર યાદવે વર્તમાન ક્રિકેટમાંથી પોતાના ટોપ-3 ફેવરિટ ક્રિકેટરોના નામ પસંદ કર્યા છે. સૂર્યકુમાર યાદવે પહેલા તો સચિન તેંદુલકરને પોતાના આદર્શ બતાવ્યા અને સાથે જ જણાવ્યું કે રાશિદ ખાનના બૉલનો સામનો કરવામાં તેને ખૂબ મજા આવે છે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે પોતાના 3 ફેવરિટ ક્રિકેટરોના નામ બતાવ્યા છે. સૂર્યકુમાર યાદવે પોતાના ટોપ-3 બેટ્સમેનોમાં પહેલા નંબર પર મહેન્દ્ર સિંહ ધોનીને રાખ્યો છે. તો સૂર્યકુમારે બીજા નંબર પર રોહિત શર્મા અને ત્રીજા નંબર પેર વિરાટ કોહલીનું નામ લીધું.
એ સિવાય સૂર્યકુમાર યાદવે પોતાના કરિયરના સૌથી ગ્રેટેસ્ટ મોમેન્ટને લઈને પણ વાત કરી હતી અને જણાવ્યું કે, ભારત માટે પહેલી વખત કેપ હાંસલ કરવી તેના કરિયરની સૌથી યાદગાર પળ હતી. સૂર્યકુમાર યાદવને ભારતનો મિસ્ટર 360 ડિગ્રી બેટ્સમેન માનવામાં આવે છે. સૂર્યકુમાર યાદવ પોતાની બેટિંગ દરમિયાન એવા એવા શૉટ મારે છે કે બોલરોને જ નહીં, પરંતુ ફેન્સને પણ હેરાન કરી દે છે. સૂર્યકુમાર યાદવ ખાસ કરીને T20 ઇન્ટરનેશનલમાં શાનદાર બેટિંગ કરે છે.
સૂર્યકુમાર યાદવ T20 ઇન્ટરનેશનલમાં 4 કે તેનાથી વધુ સદી બનાવનારો ત્રીજો બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવે T20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી 16 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. એમ કરીને સૂર્યકુમાર યાદવ T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ પ્લેયર ઓફ ધ મેચની ટ્રોફી જીતવાની બાબતે કોહલી અને વિરનદીપ સિંહ (મલેશિયા) સાથે ટોપ પર છે. સૂર્યકુમાર યાદવ ભારતની T20 ટીમનો કેપ્ટન છે.
સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સીમાં ભારતીય ટીમને શ્રીલંકા સામે T20 સીરિઝ જીતવામાં સફળતા મળી હતી. T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માએ T20 ક્રિકેટમાટી સંન્યાસ લઈ લીધો હતો, ત્યારબાદ સૂર્યકુમાર યાદવને ભારતીય ટીમનો નવો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. વસીમ અકરમે માન્યું છે કે T20 ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ જેવો જોઈ નથી. તે T20 ક્રિકેટનો બાદશાહ છે. તેની વિરુદ્ધ બોલિંગ કરવી પણ કોઈ પણ બોલર માટે મુશ્કેલ છે.