

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે છે કે સામાન્ય માણસની ઇમેજ ધરાવતા રાહુલ ગાંધીને પણ પ્રસંશા ગમવા માંડી છે. કોંગ્રેસના 3 નેતાઓએ એક જ દિવસે રાહુલની ચાપલૂસીની પરકાષ્ઠા લાવી દીધી હતી. એક નેતાએ રાહુલને મહાત્મા ગાંધી, એક નેતાએ બાબા સાહેબ આંબેડકર અને એક નેતાએ રાહુલની સરખામણી મહાત્મા જ્યોતિબા ફુલે સાથે કરી નાંખી હતી.

ભાજપના નેતાઓ પણ પાછળ નથી રહ્યા, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહોતા ત્યારથી ભાજપના નેતાઓ ચાપલૂસી કરતા આવ્યા છે. કેટલાંકે તો PM મોદીને ભગવાનનો અવતાર કહી દીધા હતા તો કેટલાંક ભગવાન રામ, હનુમાન દાદા, ભગવાન કૃષ્ણ સાથે સરખામણી કરી દીધી હતી.
