

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું લાગે છે. બંનેની હાલની રાજકીય ગતિવિધીઓ જોઇએ તો બંનેનો હેતુ સરખો લાગી રહ્યો છે.

માત્ર બંનેનો વિસ્તાર અલગ અલગ છે. કેજરીવાલે ગુજરાત પર ફોકસ કર્યુ છે જ્યારે પ્રશાંત કિશોરે બિહાર પર. બંનેએ બિહારની ચૂંટણી ગઠબંધન વગર એકલા હાથે લડવાનું નક્કી કર્યું છે અને બધી 243 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી છે.
તાજેતરની પેટા ચૂંટણીમાં કેજરીવાલ અને પ્રશાંત કિશોરનું કદ વધ્યું છે. કેજરીવાલ કોંગ્રેસના વોટ તોડવાનું કામ કરે છે તો પ્રશાંત કિશોર બિહારમાં RJD અને કોંગ્રેસ ઉપરાંત JDUને પણ નુકશાન પહોંચાડી શકે. બંને ભાજપના આડકતરો ફાયદો કરાવે છે.
