fbpx

રૂ.100માં ભાડે મકાન આપ્યું, એવું થયું કે માલિકે 58 વર્ષ સુધી કોર્ટમાં જવું પડ્યુ

Spread the love

1960માં નૌકાદળના કેપ્ટનને ઘર ભાડે આપવું મોંઘુ સાબિત થયું. તેણે એરફોર્સના નિવૃત્ત અધિકારીની પત્નીને દર મહિને 100 રૂપિયામાં પોતાનું ઘર ભાડે આપ્યું હતું. હવે 58 વર્ષ પછી તેને તેના ઘરનો કબજો પાછો મળી શકશે.

દેહરાદૂનના નૈનીતાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં નેવી કેપ્ટન 100 રૂપિયામાં ભાડા પર ઘર આપીને ફસાઈ ગયા. હવે 58 વર્ષ પછી તેને તેના ઘરનો માલિકી હક્ક પાછો મળ્યો છે. આ કેસ 1960માં શરૂ થયો હતો. જ્યારે મૃદુલ શાહ (53)ને રોઝ બેંક કોટેજનો વારસો આપવામાં આવ્યો હતો. જે એરફોર્સના નિવૃત્ત અધિકારીની પત્ની નીલમ સિંહના પરિવારને દર મહિને 100 રૂપિયાના ભાડા પર આપવામાં આવી હતી. એ બંગલા પર નીલમ સિંહના પરિવારનો કબજો હતો. 58 વર્ષ પછી કોર્ટના નિર્ણયથી મૃદુલ શાહને તેમના ઘરનો કબજો પાછો મળ્યો છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા સમાચાર અનુસાર, મૃદુલ શાહે વર્ષ 2016માં ભાડુઆતને ઘર ખાલી કરવા કહ્યું હતું. આ દરમિયાન મૃદુલ શાહે કહ્યું હતું કે નેવીમાં 23 વર્ષની સેવા કર્યા પછી તેમને તેમના પરિવાર માટે ઘરની જરૂર છે. આ પછી પણ નીલમ સિંહના પરિવારે ઘર ખાલી કર્યું ન હતું. ત્યાર પછી તેમણે સિવિલ કોર્ટનો સંપર્ક કર્યો હતો. મૃદુલ શાહે 2017માં સિવિલ કેસ જીત્યો હતો, પરંતુ નીલમ સિંહે આ નિર્ણયને નૈનીતાલ સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પછી નૌકાદળ અધિકારીના વકીલ નીરજ શાહે જણાવ્યું કે, રોઝ બેંક કોટેજ 1966માં હરપાલ સિંહને ભાડે આપવામાં આવ્યું હતું. તેમના મૃત્યુ પછી તેમની પત્ની અને પુત્રી ત્યાં જ રહ્યા. માતાના અવસાન બાદ પુત્રી નીલમ ભાડુઆત બની ગઈ હતી. મૃદુલ શાહે કોર્ટને કહ્યું કે, આ મિલકત સિવાય તેની પાસે બીજું કોઈ ઘર નથી. તેમણે કહ્યું કે મેં ઘણી પોસ્ટ પર કામ કર્યું છે. હું મારા પરિવારને હંમેશા મારી સાથે રાખી શકતો ન હતો. મારે આ ઘરની જરૂર છે, જેથી મારો પરિવાર એક જગ્યાએ રહી શકે.

આ સાથે, ભાડુઆત પક્ષ નીલમ સિંહે અરજીમાં દલીલ કરી હતી કે, નૌકાદળ તેના કર્મચારીઓ માટે રહેણાંક સુવિધાઓ પ્રદાન કરે છે. મારા પરિવારને મિલકત પર રહેવા માટે વધુ સમયની જરૂર છે. દલીલો સાંભળ્યા પછી કોર્ટે મૃદુલ શાહની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, મિલકતના માલિકને પોતાની વારસાનો તે ઇચ્છે તે રીતે ઉપયોગ કરવાનો અધિકાર છે. મિલકતનો ઉપયોગ કેવી રીતે કરવો તે ભાડૂત નક્કી કરી શકતા નથી.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!