fbpx

ડાયમંડ ઉદ્યોગમાં આ વખતે દિવાળી વેકેશન વધારે લાંબુ રહેશે?

Spread the love

ડાયમંડ ઉદ્યોગ છેલ્લાં 2 વર્ષથી સખત મંદીનો સામનો કરી રહ્યો છે અને રત્નકલાકારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ નાના કારખાનાઓ બંધ થઇ રહ્યા છે એવા સમયે જ્યારે હવે દિવાળીનું વેકેશન પડવાનું છે ત્યારે એવી ચર્ચા છે કે આ વખતે વેકેશન ઘણું લાંબુ રહેશે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યુ કે,20 ઓક્ટોબરથી જ વેકેશન પડવાનું શરૂ થઇ ગયું છે અને આવતા શુક્રવાર સુધીમાં સંપૂર્ણ વેકેશન પડશે. સામાન્ય રીતે દર દિવાળીમાં 21 દિવસનું વેકેશન હોય છે, પરંતુ આ વખતે વધારે લાંબુ રહેશે. કેટલાંક કારખાનેદારોએ રત્નકલાકારોને કીધું છે કે 30 દિવસનં વેકેશન છે, પરંતુ અમે જ્યારે ફોન કરીએ ત્યારે જ પાછા આવજો.

દિનેશ નાવડીયાએ કહ્યું કે, નેચરલ ડાયમંડના રત્નકલાકારો માટે વેકેશન લાંબુ રહેશે. પરંતુ લેબગ્રોન ડાયમંડમાં કામ કરતા રત્નકલાકારો માટે વેકેશન લાંબુ નહીં હોય.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!