fbpx

પ્રાંતિજ ખાતે બનાવટી ઝોનીંગ સર્ટિફિકેટ બનાવી ચીફ ઓફિસર ની ખોટી સહી કરતા મહિલા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ

Spread the love

પ્રાંતિજ ખાતે બનાવટી ઝોનીંગ સર્ટિફિકેટ બનાવી ચીફ ઓફિસર ની ખોટી સહી કરતા મહિલા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ નગરપાલિકા મહિલા ચીફ ઓફિસર દ્રારા પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
         


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે બનાવટી ઝોનીંગ સર્ટિફિકેટ બનાવી ઝોનીંગ સર્ટિફિકેટ મા પ્રાંતિજ નગરપાલિકા ના મુખ્ય અધિકારી ની ખોટી સહી ઓ કરતા પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા ચીફ ઓફિસર દ્રારા પ્રાંતિજ ની મહિલા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


   પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ખાતે રહેતા સાયરાબાનુ અબ્દુલ અજીજ વ્હોરા ની દિકરી તે મોહમંદ યુસુફ સફી કાગદીની પત્ની રહે. સિનીમા રોડ ગરીબ નવાજ સોસાયટી પ્રાંતિજ દ્રારા પ્રાંતિજ નગરપાલિકા વિસ્તાર નુ લે આઉટ પ્લાન મંજુર કરાવવા સારૂ આવેલ ફાઇલ મા કોઇ પણ રીતે તારીખ ૨૭|૨|૨૦૨૪ થી ૩૧|૮|૨૦૨૪ દરમ્યાન બનાવટી ઝોનીંગ સર્ટિફિકેટ બનાવી ઝોનીંગ સર્ટિફિકેટ મા મુખ્ય અધિકારી પ્રાંતિજ નગરપાલિકા ના હોદા ઉપર રહેલ રોશનીબેન પટેલ ની ખોટી સહી કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ગુન્હો કરતા પ્રાંતિજ નગરપાલિકાના મુખ્ય અધિકારી રોશનીબેન પટેલ ને ધ્યાને આવતા રોશનીબેન પટેલ દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા સાયરાબાનુ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૩૬(૨),૩૩૮,૩૪૦(૨) મુજબ ગુનોનોંધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના સબ ઇન્સ્પેક્ટર એન.બી.વાધેલા દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ પ્રાંતિજ 

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!