fbpx

એક એવા IASને EDએ પકડ્યો જેની પાસે 95 કરોડનો રિસોર્ટ, CNG પંપ, 9 કરોડ ફ્લેટ…

Spread the love

બિહારના સિનિયર IAS ઓફિસર અને RJDના પૂર્વ ધારાસભ્યની EDએ ધરપકડ કરી છે. બંને સામે મની લોન્ડરીંગની ED તપાસ કરી રહી હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની એકદમ નજીકના અને ખાસ ગણાતા IAS ઓફિસર સંજીવ હંસની EDએ શુક્રવારે તેમના પટનામાં આવેલા સરકારી આવાસ પર પુછપરછ કરી હતી અને સાંજે ધરપકડ કરી હતી તો  સંજીવ હંસના ભાગીદાર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબ યાદવની દિલ્હીના એક રિસોર્ટમાંથી ધરપકડ કરવામાં આવી છે.

સંજીવ હંસ દિલ્હીમાં જે ફ્લેટમા રહે છે તેની કિંમત 9.60 કરોડ રૂપિયા છે અને હિમાચલ પ્રદેશના એક રિસોર્ટમાં સંજીવ હસેં 95 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. ઉપરાંત ગુલાબ યાદવ અને સંજીવ હંસ બંનેની પત્નીઓના નામે પુણેમાં એક CNG પંપ છે, જે તેમણે 1.80 કરોડમાં વર્ષ 2015માં ખરીદ્યો હતો.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!