ગુજરાતમાં ફરી 3 દિવસ વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. 19, 20 અને 21 ઓક્ટોબર ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામા આવ્યું છે. મતલબ કે ભારે વરસાદ પડશે.
ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, બંગાળની ખાડીમાં દાના વાવાઝોડું ઉભું થઇ રહ્યું છે જેને કારણે ગુજરાતમાં વરસાદ પડશે.
19 ઓકટોબરે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદ પડશે.20 ઓક્ટોબરે અમદાવાદને બાદ કરતા આ બધા જિલ્લામાં ભારે વરસાદ પડશે.
21 ઓક્ટોબરે વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવગનર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે.