fbpx

દાના વાવાઝોડું લગભગ 25 તારીખે ત્રાટકશે, જાણો, ગુજરાત પર કેટલી અસર પડશે?

Spread the love

ભારતના હવામાન વિભાગે જણાવ્યું છે કે, પૂર્વ મધ્ય બંગાળની ખાડીમા અંદામાન નિકોબારની પાસે એક લો- પ્રેસર સિસ્ટમ સક્રીય થઇ છે. જે 22 ઓક્ટોબરે ડિપ્રેશનાં પરિવર્તિત થશે. ત્યારબાદ તે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને 24 તારીખે વાવાઝોડા સ્વરુપે સક્રીય થશે.

25 તારીખે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયા કાંઠા તરફ ત્રાટકશે તેવી સંભાવના છે.

આ વાવાઝોડાને કતર દેશે દાના વાવાઝોડું નામ આપ્યું છે. જેનો એરેબિક ભાષામાં અર્થ થાય છે. ઉદારતા. પરિસ્થિતિની ગંભીરતા દાખવીને પશ્ચિમ બંગાળમાં NDRFની 14 ટીમ અને ઓડિશામાં 11 ટીમને તૈનાત કરી દેવામાં આવી છે.

દાના વાવાઝોડાની ગુજરાત પર ખાસ કોઇ અસર પડશે નહીં. કોઇક જ્ગ્યાએ છુટોછવાયો વરસાદ પડી શકે છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!