fbpx

ગાંધીનગરમાં નકલી જજ પકડાયો,કોર્ટ ઉભી કરીને 200 કરોડની જમીનનો આદેશ આપી દીધો

Spread the love

ગુજરાતમાં નકલી કચેરી, નકલી ટોલ નાકું, બોગસ ડોકટરો તો ઝડપાયા છે, પરંતુ હવે નકલી કોર્ટ અને નકલી જજ પકડાયો છે.

ગાંધીનગરમાં નકલી કોર્ટ બનાવીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લેનાર નકલી આર્બિટ્રેશન જજ મોરીસ મેન્યુઅલ ક્રિશ્ચિયનની ધરપકત કરવામાં આવી છે.

ગાંધીનગરના ઇંદિરા નગર આવાસમાં મોરી પોતાના ઘરમાં એક કોર્ટ ઉભી કરી દીધી હતી. જેમાં કલાર્ક, બેલીફ, વકીલો બધું રાખવામાં આવ્યું હતું. મોરીસે પાલડીની એક સરકારી જમીન જેની વેલ્યુએશન લગભગ 200 કરોડની હતી તેનો એવોર્ડ પાસ કરી દીધો હતો, પરંતુ જ્યારે સરકાર તરફથી રજૂ થયેલા વકીલોએ તપાસ કરી તો ભાંડો ફુટી ગયો અને કોર્ટે રજિસ્ટ્રારને પોલીસ ફરિયાદ કરવાનો આદેશ આપ્યો હતો.મોરીસ પોતે એડવોકેટ હોવાનું જાણવા મળ્યું છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

error: Content is protected !!