સુરતમાં ભાટીયા મોબાઇલની શોપ એક જાણીતું નામ છે, પરંતુ આ શોપ કેવી રીતે ઉભી થઇ તેની સ્ટોરી સંઘર્ષથી ભરેલી છે. અત્યારે સંજીવ ભાટીયા અને નિખીલ ભાટીયાએ ભાટીયા મોબાઇલને 400 કરોડની કંપની બનાવી દીધી છે, પરંતુ તેની પાછળ તેમની જબરદસ્ત મહેનત છે.
સંજીવ- નિખીલના પિતા હરબંસલાલ સુરતમાં કાપડનો ધંધો કરતા હતા, પરંતુ તેમની જિંદગીમાં એક દુર્ઘટના બની અને તેમણે પથારીવશ રહેવું પડ્યું.હરબંસલાલ દિવ્યાંગ થઇ ગયા હતા અને ધંધો પડી ભાંગ્યો અને 80 લાખ રૂપિયાનું દેવું થઇ ગયુ હતું. સંપત્તિ વેચીને દેવું ભર્યા પછી ઘર ચલાવવા માટે સંજીવ-નિખીલની માતાએ એક જ્યુસ સેન્ટર શરૂ કર્યું અને તે વખતે 8 વર્ષનો સંજીવે માતાને ઘણી મદદ કરી. એ પછી બંને ભાઇઓએ 1998માં સુરતમાં પહેલો ભાટીયા મોબાઇલ સ્ટોર્સ શરૂ કર્યો અને આજે તેમના 205 જેટલા સ્ટોર્સ છે અને 400 કરોડની કંપની બની ગઇ છે.