કચ્છ જિલ્લાના અંજારમાં આવેલા વરસામેડી ગામમાં રહેતા સવાભાઇ મણવરેને ખાવાના ફાંફા હતા અને તેઓ અભણ છે. એવા સમયે જ્યારે તેમની ગામમાં જમીનના સંપાદનમાં 11 કરોડ રૂપિયા આવ્યા ત્યારે તે વખતના અંજારના ભાજપ પ્રમુખ હેમંત ઉર્ફે ડેની શાહ અને કેટલાંક અધિકારીઓએ સવાભાઇને લલચાવ્યા હતા કે, આટલી મોટી રકમ બેંકમાં શું કામ રાખો છો. કઇં ઇન્કમટેક્સની તપાસ બપાસ આવી જશે. તેને બદલે ઇલેક્ટોરલ બોન્ડમાં પૈસા રોકી દો દોઢ ગણા થઇ જશે. ખેડુતે તેમની વાત માનીને 5 સભ્યોના નામે 200થી વધારે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી લીધા.
જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સ્ટેટ બેંકે યાદી જાહેર કરી ત્યારે ખબર પડીકે 10 કરોડ રૂપિયા તો ભાજપે વટાવી લીધા છે અને 1 કરોડ 14000 રૂપિયા શિવસેનાએ વટાવી લીધા છે. આખરે ખેડુતનો પરિવાર કોર્ટમાં ગયો અને કોર્ટે પોલીસને તપાસ કરવાના આદેશ આપ્યા છે.