પ્રાંતિજ ના દલપુર ફેક્ટરી માંથી બિયારણ ભરીને નિકળેલ ટ્રક ગુમ થઈ
– ૨૪,૬૦૦ કિલો ૨૧,૨૩,૫૦૦ નુ બિયારણ ની ઠગાઈ થઈ
– ફેક્ટરી માલિક દ્રારા ડ્રાઇવર તથા ટ્રક માલિક વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના દલપુર ખાતે આવેલ બિયારણ ની ફેકટરી માંથી શાકભાજી સહિત ધઉ,જરૂ , ઇસલગુલ , મેથી જેવા અલગ-અલગ ૨૧ ,૨૩,૫૦૦ નુ બિયારણ ભરેલ ગયેલ ટ્રક ગુમથતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ટ્રક માલિક તથા ડ્રાઇવર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ ના દલપુર ખાતે આવેલ દેવ કિશનજી વકતાજી એન્ડ સન્સ નામની બિયારણ ની ફેક્ટરી કે જે અલગ-અલગ ખેતીના તથા શાકભાજી ના બિયારણ નુ પેકિંગ કરી ગુજરાત રાજ્ય તથા અન્ય રાજયો મા વેચાણ કરે છે ત્યારે રાજસ્થાન ના જોધપુર ખાતે આવેલ તેવોની બીજી શાખા તથા જોધપુર ખાતે આવેલ શ્રી એગ્રો મંડોર મંડી મુકામે આવેલ ડીલર દીપેશ ભાટી ને ત્યા ધઉ ,જરૂ ,ઇસલ ગુલ , મેથી , ઓર ના બિયારણ આશરે ૨૨,૦૦૦ કિલો જેની જેની કિંમત ૧૪,૨૮,૨૫૦ તથા તેવોના જોધપુર ખાતે આવેલ ડેપો મા ઇસલગુલ તથા ડુંગળી , ધાણા તથા શાકભાજી ના બિયારણ આશરે ૨૬૦૦ કિલો જેની કિંમત ૬૯૫૨૫૦ કુલ બિયારણ ૨૪૬૦૦ જેની કુલ કિંમત ૨૧,,૨૩,૫૦૦ નો માલ ભરાવી મોકલેલ સરનામે નહી પોહચતા કંપની માલિક સાથે ઠગાઈ થતા કંપની ના માલિક રાજેશ કુમાર ફુસારામ ખત્રી રહે ૧૬,૧૭ સુખ સાગર સોસયટી , ગોકુલ નગર રેલ્વે ક્રોસિંગ પાસે હિંમતનગર જિ.સાબરકાંઠા દ્રારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ટ્રક ના ડ્રાઇવર અનવર ખાન તથા ટ્રક લેનાર માલિક મહંમદશકીલ બશીરમોહંમદ રહે અશફાકીયા ચૌક કબીરનગર જિ.જોધપુર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૧૮(૪),૫૪ મુજબ ગુનોનોધી આગળની તપાસ હાથ ધરી હતી
જીલ રાવલ પ્રાંતિજ